સામાન્યપણે બિઝનેસ વર્લ્ડમાં પુરુષોનું પ્રભુત્વ જોવા મળે છે. પણ હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. મહિલાઓ નોકરી ઉપરાંત વ્યવસાયમાં પણ આગળ ધપી રહી છે. વાપીના બિજલ દેસાઈ તેનું ઉત્તમ ઉદાહરણ છે. જુઓ આ અહેવાલમાં, મહિલા ઉદ્યમીની સાફલ્ય ગાથા...
આ છે બિજલ દેસાઈ કે, જેમણે વલસાડ જિલ્લાની વાપી જીઆઈડીસીમાં રેઈન્બો ટેક્ષ ફેબ નામે કંપની શરૂ કરી છે. જેમાં પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ અંતર્ગત ડિસ્પોઝેબલ ફેબ્રિકનું પ્રોડકશન કરીને છેલ્લા 5 વર્ષમાં 6કરોડથી વધુનું ટન ઓવર કર્યું છે. મેન્યુફેક્ચરિંગ યુનીટમાં બેબી વેટ વાઈપ્સ, સર્જિકલ વાઈપ્સ જેને એડલ્ટ વાઈપ્સ કહી શકીએ, ટોયલેટ રોલ, પેપર નેપ્કિન કિચન રોલ વગેરે જેવી પ્રોડક્ટસનું ઉત્પાદન કરવમાં આવી રહ્યું છે.
બિજલ દેસાઇમાં સપનાને સરકારની "પ્રધાનમંત્રી એમ્પ્લોઈમેન્ટ જનરેશન પ્રોગ્રામ" યોજનાએ પુરુ કર્યું છે. આ યોજના હેઠળ તેમને રૂ. 21 લાખની લોન અને 44 ટકા સબસિડી મળી છે. આમ, બિજલ દેસાઇ સ્વયં તો આગળ વધ્યા પણ સાથે સાથે પોતાની કંપનીમાં 90 ટકાથી વધુ મહિલા સ્ટાફ રાખીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત પુરુ પાડી રહ્યા છે. સાથે જ વલસાડ જિલ્લા ખાતે હાઈજીન ઈન્ડસ્ટ્રીઝ બનાવી લક્ઝરીયસ આઈટમ ગણાતી ડિસ્પોઝેબલ પ્રોડક્ટ વ્યાજબી ભાવે સામાન્ય વર્ગના લોકો સુધી વધુમાં વધુ પહોંચાડવાનો સંકલ્પ છે.