New Update
વલસાડમાં મધમાખીના ઝુંડનો હુમલો
કપરાડાના સુખાલા ગામની ઘટના
વિફરેલ મધમાખીના ઝુંડે વાહનચાલકો અને રાહદારીઓને માર્યા ડંખ
ઈજાગ્રસ્ત મહિલા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ
નજીકમાં જ હતી શાળા પણ પરંતુ બાળકોનો બચાવ
વલસાડના કપરાડા ખાતેના સુખાલા ગામમાં અચાનક મધમાખીનું ઝુંડ ઉડ્યું હતું,અને વાહન ચાલકો તેમજ રાહદારીઓ પર મધમાખીએ હુમલો કરતા નાસભાગ મચી ગઈ હતી,સર્જાયેલી ઘટનામાં ઈજાગ્રસ્ત હિલને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
વલસાડના કપરાડા ખાતેના સુખાલા ગામમાં અચાનક એક મધમાખીનું ઝુંડ ઉડવા લાગ્યું હતું,જે અંગે રાહદારીઓને કે વાહનચાલકોને કોઈ ખ્યાલ ન હતો.અને ઓચિંતામાં જ બનેલી આ ઘટનાને પગલે લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી,જોકે તેમ છતાં ઘણા લોકો પર મધમાખીએ હુમલો કર્યો હતો,જેમાં એક મહિલાને ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
આ ઉપરાંત નજીકમાં જ એક શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા હતા.પરંતુ મધમાખીના હુમલાથી તેમનો આબાદ બચાવ થયો હતો,જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.મધમાખીના પુડામાં કોઈ ટીકળ ખોળ દ્વારા કાંકરી ચાળો કરવામાં આવ્યો હતો કે પછી અન્ય કોઈ કારણોસર મધમાખીનું ઝુંડ બેકાબુ બન્યું હતું તે તપાસનો વિષય બની ગયો હતો.
Latest Stories