New Update
વલસાડમાં નદીની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્યે કર્યા આક્ષેપ
ગ્રા.પંના સભ્ય રેતી માફિયાઓ સાથે મળીને કર્યો ભ્રષ્ટાચાર
ભ્રષ્ટાચારના વિડીયોના પુરાવા સાથે TDOને કરાઈ ફરિયાદ
TDOએ ગંભીર મામલામાં આપ્યા તપાસના આદેશ
વલસાડ જિલ્લાના ભાગડાખુર્દ ગામ ખાતે નદી ઉંડી કરવાની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્યએ કર્યા હતા,અને આ અંગેના વીડિયો પુરાવા સાથે TDOને ફરિયાદ કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.
વલસાડ જિલ્લાના ભાગડાખુર્દ ગામે નદી ઉંડી કરવા માટેની કામગીરી દરમિયાન નદી માંથી રેતી કાઢી અને પાળા કરવાના બહાને અપાયેલા કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.આ કામગીરીમાં રેતી માફિયાઓ સાથે મળીને ગ્રામ પંચાયતના કેટલાક સભ્યોએ કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા સભ્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આ અંગેના વિડિયો પુરાવા સાથે ફરિયાદ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં તાલુકા વિકાસ અધિકારીએ પણ ફરિયાદ બાદ તપાસ હાથ ધરી છે.જોકે બે વર્ષ બાદ હવે સમગ્ર મામલો બહાર આવતા આ પ્રકરણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.અને હાલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા પણ આ મામલાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ આપ્યા છે.
Latest Stories