Connect Gujarat
ગુજરાત

વલસાડ: બુટલેગરે પોલીસકર્મી પર કાર ચઢાવી કચડવાનો કર્યો પ્રયાસ

વલસાડમાં બુટલેગરો બન્યા બેફામ, પોલીસકર્મી પર કાર ચઢાવી કચડવાનો કર્યો પ્રયાસ.

X

વલસાડ જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા હોય એમ પોલીસકર્મી પર ગાડી ચઢાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ મામલામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંઘપ્રદેશ દમણ થી બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘૂસાડવાના અનેક પ્રયાસો કરવામાં આવે છે જેમાં તેને હવે પોલીસનો ડર નથી રહ્યો તેવું સ્પષ્ટ જણાઈ આવે છે દારૂ ઘૂસાડવા માટે પોલીસને પણ મારી નાખવાના પ્રયાસો હવે થઇ રહ્યા છે.

વલસાડ સીટી પોલીસના પોલીસ કોસ્ટબલ જયંતીભાઈએ ધરમપુર ચોકડી પાસે બાતમીના આધારે એક કારને અટકાવી ચેક કરતા કારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કારને સીટી પોલીસ મથકે લાવવામાં આવી રહી હતી.

કારના ચાલકે પકડાઈ જવાની બીકે કારને સર્કિટ હાઉસ તરફ હંકારી મૂકી હતી. પોલીસ જવાન જયંતિભાઈએ સરકારી ગાડીમાં સર્કિટ હાઉસ પાસે ટ્રાફિક સિગ્નમાં ઉભેલી દારૂ ભરેલી કારના ચાલકને અટકાવવાનો ઈશારો કરતા કારના ચાલકે જયંતીભાઈ ઉપર કાર ચઢાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસ જવાને કારના બોનેટ ઉપર વાઈપર પકડી લટકી ગયા હતા. કારના ચાલકે પોતાની કાર સિવિલ રોડ ઉપર હંકારી મૂકી હતી.અચાનક બ્રેક મારી જયંતિભાઈને રોડ ઉપર પટકાવી કારનો ચાલક દમણ તરફ કાર લઈ ભાગી ગયો હતો.

બનાવની જાણ સીટી પોલીસની ટીમને થતા જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. જેમાં કારના ચાલકને અને તેના સાથીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story
Share it