વલસાડ: બેફિકર કાર હંકારતા બુટલેગરો, વિદેશી દારૂ ભરેલી કાર પલ્ટી

પોલીસના હાથે આવતા બચવા માટે બૂટલેગરો પોતાની કાર અનેક લોકોના જીવને જોખમમાં મૂકે તે રીતે ચલાવતા હોય છે. જેથી હાઈવે પર ફિલ્મી દ્દશ્યો જોવા મળતા હોય છે.

New Update

વલસાડમાં દારૂ ભરેલી કારના ચાલકે છીપવાડ રેલવે અંડરપાસ પાસે રાહદારીને અડફેટે લીધા બાદ મોપેડને ટક્કર મારતા બે લોકોને ઈજા પોહચી હતી અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થતાં પોલીસે કવાયત હાથ ધરી છે.

પોલીસના હાથે આવતા બચવા માટે બૂટલેગરો પોતાની કાર અનેક લોકોના જીવને જોખમમાં મૂકે તે રીતે ચલાવતા હોય છે. જેથી હાઈવે પર ફિલ્મી દ્દશ્યો જોવા મળતા હોય છે. આવા જ દ્દશ્યો સવારે વલસાડ શહેરમાં જોવા મળ્યા હતા. વલસાડના છીપવાડ રેલવે અંડરપાસ પાસેથી પસાર થતી વિદેશી દારૂ ભરેલી કારના ચાલકે બેફિકરાઈ પૂર્વક કાર હંકારી રસ્તા ઉપર પસાર થતી મોપેડને અડફેટે લીધી હતી. જેથી વિદેશી દારૂ ભરેલી કાર પલટી ખાઈ ગઈ હતી. જે બાદ અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. 

આ અકસ્માતમાં રાહદારી મહિલા સહિત 2 લોકોને ઈજા પહોંચી હતી. જેથી ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા છે. ઘટનાને પગલે સીટી પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રસ્તા ઉપરથી કાર સાઈડ કરી આગળની કાર્યવાહો હાથ ધરી છે.બનાવ અંગેની જાણ વલસાડ સીટી પોલીસની ટીમને થતાં વલસાડ સીટી પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકને નડતરરૂપ કાર દૂર કરવાની કાર્યવાહી હતી ધરી હતી. કારમાંથી પોલીસે 755 બોટલ દારૂ જેની કિંમત 1.25 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. સીટી પોલીસે કારના નંબરના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

Latest Stories