વલસાડ : સામાન્ય બાબતે બોલાચાલી થતાં પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ પણ કરી લીધી આત્મહત્યા..!

પ્રેમસંબંધમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો યુવતી હત્યા કરી તેના પ્રેમીએ આત્મહત્યા કરી નજીવી બાબતે ઝઘડો થતા પ્રેમીએ ગળું દબાવી દીધું

New Update
વલસાડ : સામાન્ય બાબતે બોલાચાલી થતાં પ્રેમિકાની હત્યા બાદ પ્રેમીએ પણ કરી લીધી આત્મહત્યા..!

ગુજરાતમાં વધુ એક યુવતીએ પ્રેમસંબંધમાં જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વલસાડના એક ગામમાં રહેતી યુવતી હત્યા કરી તેના પ્રેમીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.

Advertisment

વલસાડના એક ગામે રહેતી યુવતી અને નાની સરોણ ગામના સ્મિત પટેલ વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા અને બાદમાં પ્રેમસંબંધ થયો હતો. યુવતી ઘરે એકલી જ હતી. જેની જાણ થતા સ્મિત પટેલે તને મળવા પહોંચ્યો હતો. આ સમયે કોઈ કારણોસર પ્રેમીયુગલ વચ્ચે ઝઘડો થતા સ્મિત પટેલે યુવતીનું ગળું દબાવી હત્યા નિપજાવી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘરના લોકો આવ્યા બાદ બેડરૂમમાં પલંગ ઉપર યુવતી મૃત હાલતમાં મળી આવી હતી. યુવતીના પરિવારે હત્યા સ્મિત પટેલે કરી હોવાની આશંકા વલસાડ રૂરલ પોલીસ મથકે દર્શાવી હતી.

વલસાડ રૂરલ પોલીસે સ્મિત પટેલના ઘરે ચેક કરતા સ્મિત ઘરે મળી આવ્યો ન હતો. અને ગામમાં તપાસ કરતા સ્મિત પટેલની બાઈક અને મોબાઈલ તળાવના કિનારે પડેલી હાલતમાં મળ્યા હતા. વલસાડ રૂરલ પોલીસની ટીમે સ્થાનિક તરવૈયાઓ અને ચંદ્રપુરના તરવૈયાઓની મદદ લઈને તળાવમાં સ્મિતની લાશની શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત્રી સુધી સ્મિતની લાશની શોધખોળ હાથ ધરી હતી પરંતુ, લાશ મળી આવી ન હતી. આજ રોજ સવારે સ્મિત પટેલની લાશ મળી આવી હતી. વલસાડ રૂરલ પોલીસે સ્મિતની લાશનો કબ્જો મેળવી લાશનું પી.એમ કરાવી આગળની તાપસ હાથ ધરી છે.

Advertisment
Latest Stories