Connect Gujarat
ગુજરાત

વલસાડ : કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષકે નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી, ચૂંટણી ખર્ચ સંબંધિત માર્ગદર્શન આપ્યું...

વિવિધ કામગીરીઓનું સરળ સંચાલન અને સંકલન અંગે નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન અપાયું

વલસાડ : કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષકે નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી, ચૂંટણી ખર્ચ સંબંધિત માર્ગદર્શન આપ્યું...
X

ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 અન્વયે વલસાડ જિલ્લાની 5 બેઠક પર તા. 1 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી સંદર્ભે ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ખર્ચ નિરિક્ષક તરીકે નિયુક્ત કરાયેલા ડો. રંજન અગ્રવાલ (આઈઆરએસ)ના અધ્યક્ષ સ્થાને તા. 7 નવેમ્બરને સોમવારે વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી-વ- જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે, એક્સપેન્ડિચર મોનિટરીંગ નોડલ ઓફિસર-વ-જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની અને જિલ્લા પોલીસ વડા ડો. રાજદીપસિંહ ઝાલાની ઉપસ્થિતીમાં ચૂંટણી સંબંધિત વિવિધ કામગીરીના જિલ્લાના નોડલ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં વિવિધ કામગીરીઓનું સરળ સંચાલન અને સંકલન અંગે નોડલ અધિકારીઓને સોંપવામાં આવેલી કામગીરી બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકના અધ્યક્ષસ્થાનેથી ચૂંટણી ખર્ચ નિરિક્ષક ડો. રંજન અગ્રવાલે નોડલ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન દરેક નોડલ અધિકારીઓ અને કર્મચારીઓએ કરવાની થતી કામગીરી અંગે માહિતી આપી હતી. આ સાથે જ અધિકારીઓ તેમજ કર્મચારીઓ સાથે સીધો સંવાદ કરી આ અગાઉ ભૂતકાળમાં ચૂંટણીલક્ષી બજાવેલી વિવિધ ફરજો અને જવાબદારીઓની પણ તેમની પાસેથી જાણકારી મેળવી હતી.

બેઠકને સંબોધતા કેન્દ્રીય ચૂંટણી ખર્ચ નિરિક્ષક ડો. રંજન અગ્રવાલે વલસાડ જિલ્લામાં યોજાનારી વિધાનસભા મત વિસ્તારની પાંચેય બેઠકોની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અનુરોધ કરી પ્રત્યેક ટીમોને સોંપાયેલી ફરજો અને જવાબદારીઓ કાળજીપૂર્વક નિભાવવા અને જે તે ટીમે તેમની કામગીરીમાં ઝીણવટભરી બાબતોને પણ ધ્યાનમાં લેવાની સાથો-સાથ ચૂંટણી ખર્ચ બાબતે સંકળાયેલી તમામ ટીમો વચ્ચે સંકલન જળવાઈ રહે તેના ઉપર પણ ભાર મુક્યો હતો.

જિલ્લા ચૂંટણી અધિકારી-વ-જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણી નિષ્પક્ષ, ન્યાયી અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તેવી હિમાયત કરી અધિકારી અને કર્મચારીઓ પોઝિટિવ એનર્જી સાથે સુપેરે કામગીરી પાર પાડે તે માટે શુભકામનાઓ આપી હતી. બાદમાં દરેક ટીમોને ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવા અંગે વિસ્તૃત માહિતી તેમજ માર્ગદર્શન આપ્યુ હતું.

Next Story