વલસાડ: ધરમપુરમાં કોંગ્રેસના આગેવાન ભાજપના સભ્ય બની ગયા !

વલસાડમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચર્ચામાં આવ્યું છે. કોંગ્રેસના આગેવાને આક્ષેપ કર્યો છે કે તેમની જાણ બહાર જ તેમને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા છે

New Update

ભાજપ દ્વારા ચલાવાય રહ્યું છે સદસ્યતા અભિયાન

વલસાડમાં સદસ્યતા અભિયાન ચર્ચામાં

કોંગ્રેસના આગેવાન ભાજપના સદસ્ય બની ગયા

જાણ બહાર સભ્ય બનાવાયા: કોંગ્રેસ આગેવાન

ઉપરથી પ્રેશર આવ્યું એટલે ફરી ગયા: ભાજપ

વલસાડમાં ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન ચર્ચામાં આવ્યું છે. કોંગ્રેસના આગેવાને આક્ષેપ કર્યો છે કે તેમની જાણ બહાર જ તેમને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા છે
દેશભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ભાજપની સભ્ય નોંધણીને લઇને અનેક વિવાદ સામે આવી રહ્યા છે. એમાં ચર્ચાસ્પદ કિસ્સો વલસાડના ધરમપુરથી સામે આવ્યો છે. એમાં કોંગ્રેસ અગ્રણી રાજેશ પટેલ ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ સામે આક્ષેપ કરી રહ્યા છે કે હું તો કોઇ ધાર્મિક કાર્યક્રમ માટે દાન લેવા ગયો હતો અને ધારાસભ્યએ મને ભાજપનો સભ્ય બનાવી દીધો. 
સોશિયલ મીડિયામાં રાજેશ પટેલ ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયા હોવાની તસવીર વાઇરલ થતાં તેમણે ખુલાસો કરતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે ધારાસભ્ય અરવિંદ પટેલે મારી જાણ બહાર મારો મોબાઈલ ફોન લઈને મારી સાથેનો ફોટો પાડીને BJPના સભ્ય તરીકે ખોટી નોંધણી કરી દીધી છે.
તો સામે પક્ષે ધારાસભ્યનું કહેવું છે કે પહેલા મરજીથી જોડાય છે. પછી ફોન આવે એટલે ફરી જાય છે. ગામેગામથી ઘણા કોંગ્રેસના કાર્યકરો અમારી સાથે જોડાયા છે, પણ આ આગેવાનને ઉપરથી પ્રેશર આવે એટલે ફરી જાય છે.
Latest Stories