વલસાડ: ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે ડાંગરના ઉભા પાકને નુકસાન થી ખેડૂતોની ચિંતા વધી

ડાંગરના ઉભા પાકમાં મોટી નુકસાનીનો અંદાજ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં  છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

New Update

વલસાડમાં જામ્યો વરસાદી માહોલ 

ભારે વરસાદે ખેડૂતોની ચિંતા વધારી 

પવનના જોર સાથે વરસેલા વરસાદે વેર્યો વિનાશ 

ડાંગરનો ઉભો પાક જમીનદોસ્ત થયો 

ખેડૂતોના માથે ચિંતાની લકીર ઉપસી 

વલસાડ જિલ્લામાં સતત ત્રણ દિવસથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે,જેના કારણે ખેતરમાં તૈયાર ડાંગરના ઉભા પાકમાં મોટી નુકસાનીનો અંદાજ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વલસાડ જિલ્લામાં  છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતીના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
વલસાડ,ધરમપુર,કપરાડા, વાપી,પારડી અને ઉમરગામ તાલુકામાં વરસાદથી ખેતરોમાં તૈયાર થયેલો ડાંગરનો પાક પલળી ગયો છે.તો ક્યાંક પવનના જોર સાથે વરસેલા ભારે વરસાદને કારણે ઉભો પાક જમીન પર પડી જતા ડાંગરના પાકમાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
હજુ પણ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આથી વરસાદની શક્યતાએ  ખેડૂતોમાં ચિંતા વધારી દીધી છે. આ વખતે  ડાંગરનો તૈયાર પાક કાપણીનો સમય હતો એવા સમયે જ વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોએ મોંઘા ભાવનું બિયારણ અને દવા અને મજૂરીમાં ખર્ચેલા ખર્ચ પણ માથે પડે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
Latest Stories