વડોદરાથી પોલીસના નામે આવ્યો હતો ફોન
શખ્સે જ્વેલર્સ માલિકને ધમકાવી રૂપિયા પડાવ્યા
જ્વેલર્સ માલિકને શંકા જતાં પોલીસને જાણ કરી
ઠગ અભિષેક પટેલ ઉર્ફે સાવલિયાની ધરપકડ
વાપી જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી
વલસાડ જિલ્લાના વાપીમાં શખ્સે જ્વેલર્સ માલિકને પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા ખંખેરનાર એક નકલી પોલીસ બનીને આવેલા શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી ટીંકુ જ્વેલર્સના માલિક પાસેથી પોલીસના નામે ધાકધમકી આપી રૂપિયા પડાવ્યા હોવાનો એક બનાવ સામે આવ્યો હતો. આ મામલે ભોગ બનેલ જ્વેલર્સ માલિકે વાપી પોલીસનો સંપર્ક કરતા આખરે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. જાણવા મળ્યું હતું કે, ટિંકુ જ્વેલર્સના માલિકને થોડા સમય અગાઉPSI અર્જુનસિંહ ઝાલાની ઓળખ આપી ધાક ધમકી આપીને ધમકાવી એક વ્યક્તિએ રૂ. 29 હજારથી વધુ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ પોલીસના નામે તોડ કરી હોવાની વાત બહાર આવતા જ વલસાડ જીઆઇડીસી પોલીસે આ મામલે તપાસના અંતે વડોદરાના આલમગીરી વિસ્તારમાં રહેતા અભિષેક ઉર્ફે કાંતિભાઈ સાવલિયા નામના એક આરોપીની ધરપકડ કરી છે. અભિષેક ઉર્ફે કાંતિ સાવલિયાની ધરપકડ બાદ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. થોડા સમય અગાઉ આરોપી અભિષેકની પત્નીએ ટીંકુ જ્વેલર્સમાંથી એક વીંટી લીધી હતી. જે તે વખતે જ્વેલર્સના માલિકે બીલ આપ્યા વિના જ બારોબાર વીંટી વેંચી મારી હતી. આથી આ વાતને ધ્યાન રાખી આરોપીએ જ્વેલર્સ માલિકનેPSI અર્જુનસિંહ ઝાલા તરીકેની ઓળખ આપી સંપર્ક કર્યો હતો, અને બિલ વિના જ દાગીના વેચતા હોવાના મામલે ધમકી આપી હતી, અને કાર્યવાહીથી બચવા તાત્કાલિક રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવવા માંગ કરી હતી. આથી ડરી ગયેલા જ્વેલર્સ માલિકે આરોપી અભિષેકના ખાતામાં 29 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર પણ કરાવી દીધા હતા. જોકે, ત્યારબાદ જ્વેલર્સ માલિકને શક જતા તેણેGIDC પોલીસનો સંપર્ક કર્યો હતો, અને આ મામલાને ગંભીરતાથી લઈ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. આખરે આરોપી ઝડપાય જતાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
/connect-gujarat/media/media_files/2025/08/19/saputara-police-2025-08-19-19-02-28.jpg)