વલસાડ : ઓનલાઇન તોડ કરતો નકલી પોલીસકર્મી ઝડપાયો, વાપીના ટિંકું જ્વેલર્સમાંથી પડાવ્યા હતા રોકડા

વલસાડ જિલ્લાના વાપીમાં શખ્સે જ્વેલર્સ માલિકને પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા ખંખેરનાર એક નકલી પોલીસ બનીને આવેલા શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

New Update

વડોદરાથી પોલીસના નામે આવ્યો હતો ફોન

શખ્સે જ્વેલર્સ માલિકને ધમકાવી રૂપિયા પડાવ્યા

જ્વેલર્સ માલિકને શંકા જતાં પોલીસને જાણ કરી

ઠગ અભિષેક પટેલ ઉર્ફે સાવલિયાની ધરપકડ

વાપી જીઆઇડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લાના વાપીમાં શખ્સે જ્વેલર્સ માલિકને પોલીસની ખોટી ઓળખ આપી રૂપિયા ખંખેરનાર એક નકલી પોલીસ બનીને આવેલા શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી ટીંકુ જ્વેલર્સના માલિક પાસેથી પોલીસના નામે ધાકધમકી આપી રૂપિયા પડાવ્યા હોવાનો એક બનાવ સામે આવ્યો હતો. આ મામલે ભોગ બનેલ જ્વેલર્સ માલિકે વાપી પોલીસનો સંપર્ક કરતા આખરે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી. જાણવા મળ્યું હતું કેટિંકુ જ્વેલર્સના માલિકને થોડા સમય અગાઉ PSI અર્જુનસિંહ ઝાલાની ઓળખ આપી ધાક ધમકી આપીને ધમકાવી એક વ્યક્તિએ રૂ. 29 હજારથી વધુ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. આમ પોલીસના નામે તોડ કરી હોવાની વાત બહાર આવતા જ વલસાડ જીઆઇડીસી પોલીસે આ મામલે તપાસના અંતે વડોદરાના આલમગીરી વિસ્તારમાં રહેતા અભિષેક ઉર્ફે કાંતિભાઈ સાવલિયા નામના એક આરોપીની ધરપકડ કરી છે. અભિષેક ઉર્ફે કાંતિ સાવલિયાની ધરપકડ બાદ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. થોડા સમય અગાઉ આરોપી અભિષેકની પત્નીએ ટીંકુ જ્વેલર્સમાંથી એક વીંટી લીધી હતી. જે તે વખતે જ્વેલર્સના માલિકે બીલ આપ્યા વિના જ બારોબાર વીંટી વેંચી મારી હતી. આથી આ વાતને ધ્યાન રાખી આરોપીએ જ્વેલર્સ માલિકને PSI અર્જુનસિંહ ઝાલા તરીકેની ઓળખ આપી સંપર્ક કર્યો હતોઅને બિલ વિના જ દાગીના વેચતા હોવાના મામલે ધમકી આપી હતીઅને કાર્યવાહીથી બચવા તાત્કાલિક રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવવા માંગ કરી હતી. આથી ડરી ગયેલા જ્વેલર્સ માલિકે આરોપી અભિષેકના ખાતામાં 29 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર પણ કરાવી દીધા હતા. જોકેત્યારબાદ જ્વેલર્સ માલિકને શક જતા તેણે GIDC પોલીસનો સંપર્ક કર્યો હતોઅને આ મામલાને ગંભીરતાથી લઈ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. આખરે આરોપી ઝડપાય જતાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Gujarat #Valsad #caught #Valsad Police #Fake policeman
Here are a few more articles:
Read the Next Article