Connect Gujarat
ગુજરાત

વલસાડ : વાપી GIDCની કલર કંપનીમાં ભભૂકી ભીષણ આગ, ફાયર વિભાગે જાહેર કર્યો “મેજર કોલ”

વલસાડ જિલ્લાના વાપી GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી અનુપ પેન્ટ કલર કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.

X

વલસાડ જિલ્લાના વાપી GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી અનુપ પેન્ટ કલર કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. કંપનીમાં સોલ્વન્ટ નામનું કેમિકલ હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ઘટનાને લઈને વાપી GIDC થર્ડ ફેસમાં આવેલી અન્ય કંપનીઓના કામદારો પણ મદદે દોડી આવ્યા હતા. બનાવની જાણ વાપી GIDCની પોલીસની ટીમને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે તૈનાત થઈ હતી. જોકે, ખાનગી કંપનીમાં લાગેલી આગના ધૂમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. આગની ઘટનામાં 100 જેટલા ફોગ ડ્રમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભીષણ આગ લાગતા કંપનીએ તૈયાર કરેલો કલરનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. તેમજ આગની ઘટનામાં એક કામદારને સામાન્ય ઇજા પહોંચી છે. કંપનીના ગોડાઉનમાં સ્ટ્રોર કરેલા કલરનો જથ્થો પણ નાશ પામ્યો છે. 200 લીટર જેટલું ફોગ કેમિકલ આગ ઉપર કાબુ મેળવવા ઉપયોગમાં લેવાયું છે. 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર 90 % જેટલો કાબુ મેળવાયો હતો.

Next Story