Connect Gujarat
ગુજરાત

વલસાડ : મહિલા સ્વરક્ષણ અર્થે સરકારી શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓને તીરંદાજીની તાલીમ અપાય...

વલસાડ જિલ્લામાં પોલીસ અધિક્ષક, વલસાડ અનુદાનિત નવજાગૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા તીરંદાજી તાલીમનો પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો.

વલસાડ : મહિલા સ્વરક્ષણ અર્થે સરકારી શાળા-કોલેજની વિદ્યાર્થીનીઓને તીરંદાજીની તાલીમ અપાય...
X

વલસાડ જિલ્લામાં પોલીસ અધિક્ષક, વલસાડ અનુદાનિત નવજાગૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વારા તીરંદાજી તાલીમનો પૂર્ણાહુતિ સમારોહ યોજાયો હતો.

વલસાડના અનુદાનથી અને નવજાગૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના અમલીકરણ હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સ્વરક્ષણ અર્થે વલસાડ જિલ્લાની સરકારી શાળાઓ અને કોલેજોમાં કુલ - ૩૫૦ વિદ્યાર્થીનીઓને તીરદાજીની તાલીમ આપવામાં આવી હતી. જેમાં કન્યા સાક્ષરતા નિવાસી શાળા કરચોડ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા - ધરમપુર, શ્રી વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ - ધરમપુર, એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ પારડી અને શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ સલવાવ, વાપીનો સમાવેશ થાય છે.

શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ સલવાવ ખાતે તા. ૨૯-૦૮-૨૦૨૨થી શરૂ થયેલી તીરંદાજી તાલીમ શિબિરનું સફળ સંચાલન કેમ્પસ સ્પોર્ટ્સ હેડ પ્રિયંક પટેલના નેતૃત્વ દ્વારા કરવામાં આવ્યું હતું. તીરંદાજી તાલીમ કાર્યક્રમમાં તા. ૧૨-૦૯-૨૦૨૨ના રોજ સોમવારે વાપી - ડુંગરા પોલીસ મથકનાં પી.એસ.આઇ. રમેશ પ્રજાપતિની હાજરીમાં થયો હતો. આ અવસર નિમિત્તે તેમણે વિદ્યાર્થીનીઓને જણાવ્યું હતું કે, સમાજમાં બનતી મહિલાઓ સાથે શોષણ અને અત્યાચારની ઘટનાઓને રોકવા માટે નારી સશક્તિકરણ સાથે સ્વરક્ષણ જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા નારીઓના ઉત્થાન માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવે છે. તેમજ નારીઓના રક્ષણ માટે પોલીસ તંત્ર પણ ખડેપગે ઊભું છે. કેમ્પસ ડિરેક્ટર ડો. શૈલેષ લુહારે બેટી બચાવો બેટી પઢાવોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, મહિલાઓએ ઇન્ટરનેટ ઉપર પોતાના પર્સનલ ફોટાઓ અને વિડીયો સોશિયલ મીડીયા ઉપર પોસ્ટ કરવામાં સાવધાની રાખવી જોઈએ. આ અવસરે વિશેષ ઉપસ્થિત રહેલા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીના ડાયરેક્ટએ જણાવ્યું કે, મહિલાઓ આજે પુરૂષ સમોવડી બની આત્મનિર્ભર બની સમાજમાં નામ રોશન કરી રહી છે. આવી સ્પોર્ટ્સની તાલીમ દ્વારા કોમનવેલ્થ અને ઓલ્મપિકમાં પણ ભાગ લઇ રહી છે. તો તીરંદાજી તેમજ અન્ય સ્પોર્ટ્સને લગતી તાલીમ શિબીરનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવી રહ્યુ છે. જેથી મહિલાઓ પોતાની આગવી ઓળખ પ્રાપ્ત કરી શકે. તેમણે આ તાલીમ થકી વિદ્યાર્થીનીઓના આત્મવિશ્વાસમાં વધારો થવા સાથે સ્વરક્ષણ તાલીમ મેળવી વધુ સક્ષમ બનવા સાથે વિપરીત સંજોગોનો સામનો કરવા અંગે અનુરોધ કર્યો હતો.

Next Story