વલસાડ: હનુમાન ભાગમાં NDRFનું દિલધડક રેસ્ક્યુ,સગર્ભા મહિલાને સારવાર અર્થે ખસેડી

પરિવારજનોની ચિંતા વચ્ચે NDRFની ટીમ દેવદૂત બનીને આવી પહોંચી હતી.અને સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરીને 108 ઇમરજન્સી સેવાના માધ્યમથી સારવાર અર્થે ખસેડવામાં આવી

New Update

વલસાડમાં સર્જાય પૂરની પરિસ્થિતિ

ઔરંગા નદીમાં આવ્યા પૂરના પાણી

હનુમાન ભાગ બેટમાં ફેરવાયો

સગર્ભા મહિલાનું કરાયું રેસ્ક્યુ

NDRFની પ્રસંશનીય કામગીરી

વલસાડના હનુમાન ભાગમાં ઔરંગા નદીના પૂરના પાણીની આફતમાં NDRFની ટીમ દ્વારા એક સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું,અને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાં પણ મુશળધાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે,તેમજ નદીના પાણી પણ તોફાની બન્યા છે.ત્યારે વલસાડના હનુમાન ભાગમાં પાણી ભરાય જવાના કારણે લોકો માટે મુશ્કેલરૂપ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.અને હનુમાન ભાગમાં ઔરંગા નદીના પૂરના પાણી ભરાય જવાના કારણે એક સગર્ભા મહિલાને ઇમરજન્સી સારવારની જરૂરિયાત ઉભી થઇ હતી.
જોકે પરિવારજનોની ચિંતા વચ્ચે NDRFની ટીમ દેવદૂત બનીને આવી પહોંચી હતી.અને સગર્ભા મહિલાનું રેસ્ક્યુ કરીને 108 ઇમરજન્સી સેવાના માધ્યમથી સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.આ રેસ્ક્યુ દરમિયાન NDRFની ટીમને પોલીસ તેમજ નગરપાલિકા ની ટીમનો સહયોગ પણ મળ્યો હતો.
Latest Stories