-
આંબા પર ઝુલતા મોર ખરી પડતા ચિંતા
-
કેરીનો પાક સારો આવશેની હતી ખેડૂતોને આશા
-
43 હજાર હેક્ટરમાં આંબાનું કરાયું છે વાવેતર
-
મોર ખરી પડતા ખેડૂતો બન્યા ચિંતાગ્રસ્ત
-
80થી 90 ટકા કેરીનો પાક થયો નિષ્ફળ
-
ખેડૂત સમાજના પ્રમુખે કર્યો દાવો
વલસાડ જિલ્લામાં આ વર્ષે કેરી રસીકો માટે ચિંતાજનક ઘટના બની છે,અંદાજ મુજબ 80 થી 90 ટકા કેરી પાક નિષ્ફળ ગયો હોવાનું ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પુષ્કળ પ્રમાણમાં આંબાવાડીમાં મોર આવ્યા હતા. પરંતુ સમગ્ર મોર ખરી જવાના કારણે હવે કેરીનું ઉત્પાદન થશે કે કેમ તેના પર સવાલો ઉઠયા છે.ત્યારે વલસાડ જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા જિલ્લામાં કેરીના પાકને 80 થી 90% નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ખેડૂત સમાજના પ્રમુખ ભગુ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં આંબાવાડીમાં કેરીનો મોર આવ્યો હતો, પરંતુ ફલીકરણ ન થવાના કારણે ખૂબ જ કેરીના પાકને નુકસાન છે.આ વર્ષ દરમિયાન ખેડૂતોને ખબર જ નહીં પડી કે કેરીના પાકને નુકસાન છે.જ્યારે ફલીકરણ ન થયું અને આખું ઝાડ કાળુ પડી ગયું ત્યારે ખેડૂતોને ખબર પડી કે પાકને ખૂબ નુકસાન થયું છે.
વલસાડ જિલ્લામાં આવેલી જીઆઇડીસી પ્રદૂષણ યુક્ત વાયુના કારણે પણ કેરીના પાકને અસર થઈ હોવાનો ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.વલસાડ જિલ્લામાં કુલ 43 હજાર હેકટરમાં આંબાનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ કેરીના પાકને વાતાવરણની પ્રતિકૂળ અસર થતા 80 થી 90 ટકા નુકસાની દેખાઈ રહી છે.વાડીઓમાં ઉત્પાદન પણ નામશેષ થઈ જશે જેને લઇને આ વર્ષે કેરીનો પાક બજારમાં આવે તેવી શક્યતાઓ નહીંવત દેખાઈ રહી હોવાનો દાવો જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે.