સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસની મધ્યમાં આવેલા એક વિસ્તારમાં ધોળે દિવસે સાવકા પિતાએ પુત્રીની તીક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરતા સનસની ફેલાઈ ગઈ હતી.માતાને મારવા આવેલ સાવકો પિતા દીકરીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મધ્યમાં આવેલા ટોકરખાડાના સુંદરવન સોસાયટીની બાજુમાં આવેલી એક ચાલીમાં ધોળે દિવસે એક યુવતીની હત્યા થઈ હતી.અંકિતા સિંગ નામની આ યુવતી ટ્યુશનથી ઘરે પરત આવી રહી હતી ત્યારે તેની માતાના બીજા પતિ મિથુન મંડલે યુવતીનો પીછો કરી અને ઘરે આવ્યો હતો ત્યારબાદ માતા સાથે બબાલ કરતાં યુવતી એને માતાને ઘરમાં પૂરી અને બહારથી દરવાજો બંધ કરી દીધો હતો ત્યારબાદ માતાના બીજા પતિ એવા તેના સાવકા પિતા સાથે બોલાચાલી થઈ હતી.એ વખતે જ આરોપીએ અંકિતા સિંગની તિક્ષણ હથિયારથી ઉપરાછાપરી ઘા ઝીંકી અને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.આરોપી ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો.ધોળે દિવસે બનેલી આ ઘટનાને લઈને સંઘપ્રદેશમાં સનસની મચી ગઈ હતી. બનાવની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.