વલસાડ : વાપી મહાનગરપાલિકા બન્યા બાદ 11 ગામોના સમાવેશ સામે કોંગ્રેસના ધારાસભ્ય સહિત આગેવાનોએ નોંધાવ્યો વિરોધ

વલસાડ જિલ્લાની નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં આજુબાજુના 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય સામે ગામના કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

New Update
  • વાપી મહાનગરપાલિકા બન્યા બાદનો વિવાદ

  • મનપામાં 11 ગામના સમાવેશ સામે વિરોધ

  • કોંગી MLA દ્વારા સતત ચોથી વખત કરાયો વિરોધ

  • મનપાનો ઘેરાવ કરીને નોંધાવ્યો વિરોધ

  • લોકોમાં વેરા વધારા સહિત મુશ્કેલીનો સામનો કરવાનો ડર

Advertisment

વલસાડ જિલ્લાની નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં આજુબાજુના 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ નિર્ણય સામે ગામના કેટલાક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી અગ્રણી અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકર્તા ઓ અને 11 ગામના લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લાની નવી બનેલી વાપી મહાનગરપાલિકામાં આજુબાજુના 11 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.જે નિર્ણય સામે વિરોધનો સુર ઉઠવા પામ્યો છે.મહાનગરપાલિકામાં સમાવેશ કરવાથી ગામના લોકોને વેરા વધારા સાથે અન્ય મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડશે તેવા બહાને મહાનગરપાલિકામાં આ ગામનો સમાવેશ નહીં કરવાની માંગ ઉઠી રહી છે. આજે વાપીમાં વાપી મહાનગરપાલિકાના ઘેરાવનું આંદોલન કરવામાં આવ્યું હતું.

આ સમયે વાપી મનપા સામે જ વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત આજુબાજુના ગામ ના કેટલાક લોકોએ  અગ્રણીઓએ નીચે બેસીને વિરોધ કર્યો હતો.મહત્વપૂર્ણ છે કે અગાઉ અનંત પટેલની આગેવાનીમાં વાપી નગર મહાનગરપાલિકાની સામે ત્રણ વખત વિરોધ પ્રદર્શન થઈ ચૂક્યા છે.અને આજુબાજુના 11 ગામોને વાપી મહાનગરપાલિકા માંથી છૂટા કરવાની માંગ પણ કરવામાં આવી ચૂકી છે. જોકે હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં થતાં આજે સતત ચોથી વખત અનંત પટેલની આગેવાનીમાં વાપી મનપા સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

 

Advertisment
Latest Stories