-
વલસાડ જિલ્લામાં હવે વધુ એક તાલુકાની ઉઠી રહી છે માંગ
-
કપરાડાનું વિભાજન કરી 40 ગામના તાલુકાની ઉઠી છે માંગ
-
સરપંચો સહિત 36 ગામના અગ્રણીઓએ કરી તંત્રને રજૂઆત
-
કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી
-
કપરાડા ભૌગોલિક રીતે દૂર હોવાથી ગ્રામજનો દ્વારા માંગ ઉઠી
વલસાડ જિલ્લામાં હવે વધુ એક તાલુકાની માંગ ઉઠી રહી છે. કપરાડા તાલુકાનું વિભાજન કરી 40 ગામનો અલગ તાલુકો બનાવવાની માંગ સાથે સરપંચો સહિત 36 ગામના અગ્રણીઓએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું હતું.
વલસાડ જિલ્લામાં હાલ 6 તાલુકાઓ છે. જોકે, કપરાડા તાલુકો ભૌગોલિક રીતે વધુ ફેલાયેલો હોવાથી વાપી તાલુકાના કપરાડા વિધાનસભા મત વિસ્તારમાં આવતા 13 ગામો અને કપરાડાના નાનાપોંઢા સુધીના ગામો મળી કુલ 40 ગામોનો સમાવેશ કરી અલગ તાલુકા બનાવવાની માંગ ઉઠી છે. જેમાં 36 ગામના સરપંચો અને અગ્રણીઓ સાથે કપરાડા તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોએ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. અતે મહત્વપૂર્ણ છે કે, વાપી મહાનગરપાલિકા બન્યા બાદ તાલુકાના 11 ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે, જ્યારે અન્ય 13 ગામના ગ્રામજનો નવા તાલુકાની માંગમાં સુર પુરાવી રહ્યા છે.
અગ્રણીઓ અને સરપંચોના મતે કપરાડા ભૌગોલિક રીતે દૂર પડી જતું હોવાથી અને સાથે જ વહીવટી સરળતાના કારણે અલગ તાલુકાની જરૂર જણાઈ રહી છે. આથી કપરાડા તાલુકાના નાનાપોંઢા કે, મોટાપોંઢાને અલગ તાલુકો બનાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની રહી છે.