Connect Gujarat
ગુજરાત

વલસાડ : મધુબન ડેમમાંથી 75 હજાર કયુસેક પાણી છોડવાનો પ્રારંભ

ઉપરવાસમાંથી ડેમમાં 90 હજાર કયુસેક પાણીની આવક, ડેમનું લેવલ જાળવી રાખવા માટે 7 દરવાજા ખોલાયાં.

X

વલસાડ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહયો છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે મધુબન ડેમના સાત દરવાજા ખોલવામાં આવતાં દમણગંગા નદી તોફાની બની છે.

વલસાડમાં ભારે વરસાદ વરસી રહયો છે તો બીજી તરફ ઉપરવાસમાંથી પણ મધુબન ડેમમાં 90 હજાર કયુસેક પાણીની આવક થઇ રહી છે. ડેમનું લેવલ જાળવી રાખવા માટે ડેમના સાત દરવાજા 3 મીટરની સપાટી સુધી ખોલી 75 હજાર કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે. મધુબન ડેમમાંથી પાણી છોડાતાં દમણગંગા નદી તોફાની બની છે. દમણગંગા નદીના જળસ્તરમાં વધારો થતાં નીચાણવાળા વિસ્તારો તથા ગામડાઓમાં રહેતાં લોકોને એલર્ટ કરી દેવાયાં છે.

વાપી નજીક દમણગંગા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહયું છે. લોકો પાણી જોવા માટે નદી કિનારે ન જાય તે માટે કાંઠા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહીવટીતંત્રએ પણ લોકોને નદી કિનારે નહી જવા માટે અપીલ કરી છે.

Next Story