Connect Gujarat
ગુજરાત

વલસાડ : મહારાષ્ટ્રને અડીને આવેલ 4 બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરાય, કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તંત્ર સજ્જ

ભીલાડ ચેકપોસ્ટ પર કોરોના અંગેનું ચેકિંગ હાથ ધરાયું, બહારના રાજ્યમાંથી આવતા લોકોનું સ્થળ પર જ ચેકિંગ.

X

કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેર દરમ્યાન પોઝિટિવ કેસ વધતા ગુજરાત રાજ્યનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે, ત્યારે બહારના રાજ્યોમાંથી આવતા લોકોનું વલસાડના ભીલાડની આંતરરાજ્ય બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરી ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

કોરોનાની ત્રીજી લહેરમાં કેરળ અને મહારાષ્ટ્રમાં વધી રહેલા પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના ભીલાડ ખાતે મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર પર આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા રાજ્ય બહારથી આવતા લોકોનું થર્મલ સ્ક્રિનિંગ અને RTPCR ટેસ્ટ તેમજ વેક્સિન સર્ટીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તો આ સાથે જ કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાય તો સ્થળ પર જ તેનો ટેસ્ટ કરવાની પણ આરોગ્ય વિભાગે તૈયારી બતાવી છે.

રાજ્યમાં કોરોનાના કેસ ન વધે તે માટે મહારાષ્ટ્રને અડીને આવેલ 4 બોર્ડર પર ચેકપોસ્ટ ઉભી કરી કોરોનાને લઈ ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. મોટી સંખ્યામાં વાહનોની કતારો જોવા મળી હતી, ત્યારે હાલ તો કોરોનાને લઈ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી કામગીરીમાં જોતરાઈ ગયું છે.

Next Story