-
ઉમરગામમાં પરિવારના સામૂહિક આપઘાતથી ચકચાર
-
પતિ પત્ની અને બાળકનો સામુહિક આપઘાત
-
પત્ની અને બાળકને ઝેર આપ્યા બાદ પતિએ ગળે ફાંસો ખાધો
-
સામુહિક આપઘાતનું કારણ અકબંધ
-
પોલીસે મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને શરૂ કરી તપાસ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.જ્યાં એક પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરી લેતા ચકચાર મચી છે.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ગામમાં પરિવાર ભાડાના ફ્લેટમાં રહેતો હતો, જ્યાં પાડોશીઓએ લાંબા સમય સુધી મકાનનો દરવાજો ખખડાવ્યો હતો, જોકે કોઈ એ દરવાજો ખોલ્યો ન હતો. જેથી દરવાજો તોડીને ચેક કરતા પતિ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે પત્ની અને બે વર્ષનું બાળક બેડ પર સૂતેલી હાલમાં મળ્યા હતા. પાડોશીઓએ તરત પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ ડી.વાય.એસ.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.પરિવારે કયા કારણોસર આત્મહત્યા કરી એ કારણ હજી જાણી શકાયું નથી.હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને પરિવારના આપઘાતના કારણો અંગે તપાસ ચાલી રહી છે.આ દુઃખદ ઘટનાને પગલે સમગ્ર ગામ શોકમય બની ગયું છે.