વલસાડ : કુદરતના ધરતી પર ધામા, પહેલા વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠી વિલ્સન હિલ

New Update
વલસાડ : કુદરતના ધરતી પર ધામા, પહેલા વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠી વિલ્સન હિલ

ગુજરાતમાં ચોમાસું બેસતા જ અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના સમયમાં લોકો કુદરતનો ખોળો ખુંદવાનું વધુ પસંદ કરતા હોય છે. ત્યારે ચોમાસુ શરૂ થતા જ પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો સાપુતારા જેવા હિલ સ્ટેશન જવાનું વધારે પસંદ કરે છે.

ગુજરાત અને દેશભરમાં સાપુતારા હિલ સ્ટેશન તરીકે વધુ જાણીતું છે. પરંતુ સાપુતારા જેવું જ વલસાડનું અંતરિયાળ વિસ્તારનું વિલ્સન હિલ પણ દક્ષિણ ગુજરાતના પર્યટકોમાં જાણીતું છે. વાદળો સાથે વાતો કરતા વિલ્સન હિલના ડુંગરાઓ, ઝરણા અને ધોધના કારણે વિલ્સન હિલને પણ સાપુતારા જેવી જ વિકાસની શક્યતાઓ જોવા મળી રહી છે, ત્યારે આ કુદરતી વાતાવરણનો અદભુત આનંદ માણવા લોકો આવતા હોય છે.

આ સમયમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કપરાડાના અને ધરમપુરના જંગલ વિસ્તારમાં એવા અનેક સ્થળો છે જે ચોમાસામાં પર્યટકોને આકર્ષી રહ્યાં છે. આ વિલ્સન હિલ પહાડીઓની ટોચ પર છે, જ્યાં ચોમાસાના ચાર મહિના મોટેભાગે ધૂમસ જેમ વાદળછાયું વાતાવરણ અને ઝરમર વરસાદ વરસતો રહે છે. આથી મોટી સંખ્યામાં પર્યટકો અને પર્યાવરણ પ્રેમીઓ અહીં આવતા હોય છે.

આ વિસ્તારની આદિવાસી સંસ્કૃતિ અને તેમનું આદિવાસી ભોજન પ્રવાસીઓ ખુબ આકર્ષણ ધરાવે છે. મોટે ભાગે પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો સાપુતારા જવાનું વધારે પસંદ કરે છે. આથી ગુજરાત અને દેશભરમાં સાપુતારા હિલ સ્ટેશન તરીકે વધુ જાણીતું છે, પરંતુ સાપુતારા જેવું જ વલસાડનું અંતરિયાળ વિસ્તારનું વિલ્સન હિલ અત્યાર સુધી પર્યટકોમાં અજાણ હતું, પરંતુ અહીં પણ સાપુતારા જેવી જ વિકાસની શક્યતાઓ અને કુદરતી સૌંદર્ય ધરાવતા વિલ્સન હીલને હવે સાપુતારાની સમકક્ષ વિકસાવવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવે તો આ વિસ્તારની સંપૂર્ણ કાયક પલટ થઈ શકે છે.

ઊંચા ડુંગરા પર જોવા મળતા વાદળો લોકોને અડીને પસાર થાય છે. આવા અદભુત નજારા ને પ્રવાસીઓએ મન ભરીને માણે છે. સામાન્ય રીતે મહાબળેશ્વર કે સાપુતારામાં ચોમાસામાં આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે, ત્યારે વિલ્સન હિલમાં જોવા મળતા વાદળના દ્રશ્યોને પર્યટકો મન ભરીને માણે છે.

Latest Stories