/connect-gujarat/media/post_banners/9c5500bac191e96e4ed725be02c05b5547b5a3a47e216c2c91a560b2e5c5e015.jpg)
વલસાડ જિલ્લામાં પાકના પોષણક્ષમ ભાવ ન મળતા નારાજ ખેડૂતોએ કપરાડાની નાનાપોન્ઢા એપીએમસી માર્કેટમાં ટામેટાનો જથ્થો ફેંકી રોષ વ્યક્ત કર્યો હતો.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની નાનાપોન્ઢા એપીએમસી માર્કેટ ખાતે મોટી સંખ્યમાં ખેડૂતો ભેગા થયા હતા, જ્યાં ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેમાં ટામેટા નહિવત ભાવે વેચાતા હોવાથી નારાજ ખેડૂતોએ એપીએમસી માર્કેટમાં જ ટામેટાનો જથ્થો ફેંકી ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે, ટામેટાને ખેતરથી એપીએમસી લાવવાનું ભાડું પણ નીકળતું ન હોવાથી ખેડૂતોને મોટું નુકશાન થઈ રહ્યું છે. તો બીજી તરફ, એપીએમસી દ્વારા માર્કેટના સમયમાં પણ ફેરફાર કર્યો હોવાથી બજાર ભાવ પર અસર થઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો, ત્યારે હાલ તો ખેડૂતોએ ખેતપેદાશના પોષણક્ષમ ભાવ મળે તેવી માંગ કરી છે.