વલસાડ : જીલ્લામાં સારો વરસાદ નોંધાતા ડાંગરનું વાવેતર શરૂ, 75,510 હેક્ટરમાં વાવેતરની તૈયારી.

વલસાડ જિલ્લામાં સારો વરસાદ નોંધાતા  ખેડૂતોએ 75,510 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવાની તૈયારી શરૂ કરી હતી.

New Update

વલસાડ જિલ્લામાં સારો વરસાદ નોંધાતા  ખેડૂતોએ 75,510 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવાની તૈયારી શરૂ કરી હતી.

વલસાડ જિલ્લાના ખેડૂતો સૌથી વધુ ડાંગરના પાક ઉપર નભતા રહે છે. ચાલુ વર્ષે જિલ્લામાં 75,510 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કરશે. વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા ખેડૂતો ખેતીના કામમાં વ્યસ્ત બન્યા છે. વલસાડ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતા ખેડૂતો ખેતીના વિવિધ કામોમાં જોડાયા છે. ચાલુ વર્ષે વલસાડ જિલ્લામાં 75,510 હકટરમાં ડાંગરની ખેતી કરવા ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે. વલસાડ જિલ્લામાં ડાંગરના પાક ઉપર નભતા ખેડૂતોને સારો પાક મળે તે માટે ખેતીવાડી વિભાગે બિયારણની પસંદગી માટે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

ડાંગરના ધરું તૈયાર કરવા માટે ક્યારીઓમાં બિયારણ નાખવાની કામગીરી હાથ ધરવા જણાવ્યું છે. વલસાડ જિલ્લામાં ખેડૂતો આંબા વાડીશેરડીડાંગર અને લીલા શાકભાજી ઉપર નભે છે. જે પૈકી વધુમાં વધુ ખેડૂતો ડાંગરના પાક ઉપર નભે છે. વલસાડ જિલ્લામાં 75,510 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર ગયા વર્ષે કર્યું હતું. ચાલુ વર્ષે ચોમાસાની સમયસર શરૂઆત થતા ખેડૂતો ખેતીના વિવિધ કામોમાં જોતરાયા છે. વલસાડ જિલ્લામાં ખેતીને અનુકૂળ વરસાદ થતાં ખેડૂતો ખેતરને ખેડી ખેતીના કામ માટે તૈયારીઓ કરી રહ્યા છે.

ડાંગર સહિત લીલા શાકભાજી અને કઠોળની ખેતી કરતા ખેડૂતોને સરકાર માન્ય એજન્સીઓમાંથી પસંદગીનું બિયારણ ખરીદવા અને તેનું બિલ પણ મેળવી સાચવી રાખવા સૂચન કર્યું છે. વલસાડ જિલ્લામાં ગત વર્ષે પડેલા સારા વરસાદ અને અનુકૂળ વાતાવરણને લઈને વલસાડ જિલ્લાના ખેડૂતોએ ગત વર્ષે સારું વાવેતર કર્યા બાદ ખેડૂતોએ ડાંગરનો સારો પાક મેળવ્યો છે. ચોમાસા દરમ્યાન વાદળ છાયું કે ભેજ વાળું હવામાન રહ્યું હતું. ખેડૂતોએ હવામાન ખુલ્યા બાદ ખેતીવાડી અધિકારી અને કૃષિ તજજ્ઞોના માર્ગદર્શન હેઠળ જંતુનાશક દવાનોમાં છાંટકાવ કરીને પાકને જીવાત સામે રક્ષણ આપ્યું હતું. ચાલુ વર્ષે પાછળથી પડેલા વરસાદને લઈને ડાંગરના પાકને જીવનદાન મળ્યું હતું. જેને લઈને ખેડૂતોએ ડાંગરનો સારો પાક મેળવ્યો છે. વલસાડ જિલ્લામાં સૌથી વધુ કપરાડા તાલુકામાં 22,845 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું. અને સૌથી ઓછું વાપી તાલુકામાં 3,528 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું હતું.

 

Latest Stories