વલસાડ : ખતલવાડામાં ટોકર ખાડીની બાજુમાં અનાજનો જથ્થો નાખતા લોકોમાં રોષ,સરકારી અનાજ હોવાની આશંકા

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામમાં દૂષિત અનાજનો જથ્થો અજાણ્યા લોકો દ્વારા ફેંકવામાં આવતા ગ્રામજનો રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

New Update
  • ઉમરગામમાં ખરાબ અનાજના જથ્થાનો કરાયો નિકાલ

  • અનાજમાંથી દુર્ગંધ મારતા ગ્રામજનો પરેશાન

  • સરપંચ સહિતના આગેવાનોએ વ્યક્ત કર્યો રોષ

  • સરકારી અનાજનો નિકાલ કરાયો હોવાની આશંકા

  • પુરવઠા વિભાગને જાણ કરીને કાર્યવાહીની કરી માંગ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામમાં દૂષિત અનાજનો જથ્થો અજાણ્યા લોકો દ્વારા ફેંકવામાં આવતા ગ્રામજનો રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.અને આ અનાજનો જથ્થો સરકારી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામના ગ્રામના રહીશો ભારે દુર્ગંધથી પરેશાન થઇ ગયા છે.બન્યું કંઈક એવું છે કે ખતલવાડા ગામમાં ટોકર ખાડીની બાજુમાં અજાણ્યા ઈસમો દ્વારા ખરાબ અનાજના જથ્થાનો નિકાલ કરવામાં આવ્યો છે.આ અનાજ વધુ સડવા લાગતા તેની દુર્ગંધ ચારે તરફ ફેલાય હતી.જેના કારણે ગ્રામજનો દુર્ગંધથી પરેશાન થઈ ઉઠ્યા છે.ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા આ ઘટનામાં સરકારી અનાજ ખરાબ થઇ ગયા બાદ તેને ફેંકી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા હતા.અને યોગ્ય તપાસની માંગ કરી હતી.સમગ્ર મામલે સરપંચ દ્વારા પુરવઠા વિભાગને જાણ કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી.

Latest Stories