વલસાડ : હિંગરાજ ગામે પૂરમાં ફસાયેલા લોકોનું દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા દિલધડક રેસક્યું, જુઓ "LIVE" દ્રશ્યો...

સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં તંત્ર એલર્ટ થયું છે

વલસાડ : હિંગરાજ ગામે પૂરમાં ફસાયેલા લોકોનું દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા દિલધડક રેસક્યું, જુઓ "LIVE" દ્રશ્યો...
New Update

સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતાં તંત્ર એલર્ટ થયું છે, ત્યારે હિંગરાજ ગામે પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા રેસક્યું કરી સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈને વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ રેલના ધસમસતા પ્રવાહમાં NDRFની ટીમ દ્વારા રેસક્યું કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હિંગરાજ અને ભળેલી વિસ્તારમાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોનું દમણ કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા રેસક્યું કરવામાં આવ્યું હતું, જ્યાં હેલિકોપ્ટરની મદદથી 5 લોકોનું દિલધડક રેસક્યું કરાયા બાદ સ્થળાંતર કરાયું હતું. તો ઔરંગા નદી કિનારે અને દરિયા નજીક આવેલા ભાગડાખુદ ગામ સંપર્ક વિહોણું બનતા તંત્ર દ્વારા NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. જોકે, સમગ્ર વલસાડ જિલ્લામાં હજુ પણ ધોધમાર વરસાદના કારણે પરિસ્થિતિ વણસતા વહીવટી તંત્ર એલર્ટ થયું છે.

#Connect Gujarat #BeyondJustNews #Valsad #helicopter #people #flood #rescued #trapped #Hingraj Village #Daman coast gaurd
Here are a few more articles:
Read the Next Article