વલસાડ:હાઇવે પર બાઈક સાથે સ્ટંટ કરતા 8 બાઈકર્સ અને ઇવેન્ટ આયોજકની ધરપકડ કરતી પોલીસ

રોલા ગામ ખાતેની એક હોટલના પાર્કિંગમાં બાઈકર્સ દ્વારા બાઈક પર સ્ટંટ ઇવેન્ટનું આયોજન સપ્ટેમ્બર માસમાં કરવામાં આવ્યું હતું. ઇવેન્ટના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

New Update

વલસાડમાં યોજાઈ હતી બાઈકર્સ માટે સ્ટંટની ઇવેન્ટ 

હાઇવે અને રેસ્ટોરન્ટ પાસે કરવામાં આવ્યા હતા જોખમી સ્ટંટ

8 બાઈકર્સ દ્વારા કરવામાં આવ્યા હતા સ્ટંટ 

જરૂરી પરવાનગી વગર કરવામાં આવ્યું હતું ઇવેન્ટનું આયોજન 

પોલીસે ઇવેન્ટ આયોજક અને 8 બાઇકર્સની કરી ધરપકડ  

વલસાડના નેશનલ હાઇવે પર તેમજ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં જીવના જોખમે બાઈક પર સ્ટંટ કરતા 8 બાઈકર્સ અને ઈવેન્ટ આયોજકની પોલીસે ધરપકડ કરી હતી.
વલસાડ નેશનલ હાઈવે ઉપર આવેલા રોલા ગામ ખાતેની એક હોટલના પાર્કિંગમાં બાઈકર્સ દ્વારા બાઈક પર સ્ટંટ ઇવેન્ટનું આયોજન સપ્ટેમ્બર માસમાં કરવામાં આવ્યું હતું. ઇવેન્ટના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.વલસાડના ડુંગરી પોલીસની ટીમને સોશિયલ મીડિયાના માધ્યમથી ઘટનાની જાણ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધી CCTV ફૂટેજ અને વાયરલ વીડિયોના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.
વલસાડ નજીકના રોલા હાઇવે સ્થિત ટેસ્ટી ટચ રેસ્ટોરન્ટના પાર્કિંગમાં અને ત્યારબાદ રેસ્ટોરન્ટ પાસે આવેલા હાઇવે પર કેટલાક બાઈકર્સે જોખમી સ્ટંટ કર્યા હતા. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ અંગે ડુંગરી પોલીસે ઝીણવટભરી તપાસ કરી હતી. તપાસ દરમિયાન આ ઇવેન્ટનું ઇન્ડિયા બાઈક વિથ ચાય એન્ડ પકોડા રાઈડના સંચાલકે આયોજન કર્યું હતું.
ઇવેન્ટ આયોજક દ્વારા વલસાડ જિલ્લા પોલીસની કોઈપણ પરવાનગી મેળવ્યા વગર ઇવેન્ટ મેનેજર શિવમ પવારે ઇવેન્ટનું આયોજન કર્યું હોવાની માહિતી મળી હતી.પોલીસની ટીમે વાયરલ થયેલા વીડિયો અને હોટલના CCTV ફૂટેજના આધારે ઈવેન્ટ આયોજક અને જાહેરમાં બાઇક પર સ્ટંટ કરનાર 8 બાઇક રાઈડર્સની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Latest Stories