-
કોચવાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે કરી અનોખી ખેતી
-
PMEGP યોજના હેઠળ રૂ. 16 લાખની સબસિડી મેળવી
-
137 પ્રકારના ઔષધીય પાક સાથે આવકમાં કરી વૃદ્ધિ
-
ખેતી-પાકના વેલ્યુએડેડ પ્રોડકટની વિદેશમાં માંગ વધી
-
ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી માર્ગદર્શક બન્યા
વલસાડના કોચવાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે મૂલ્યવર્ધન થકી 137 પ્રકારના ઔષધીય પાક સાથે આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. આ સાથે જ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ તેઓ પ્રેરણારૂપ બન્યા છે.
વલસાડ જિલ્લાના કોચવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત નિકુંજસિંહે ઠાકોરે પરંપરાગત ખેતી છોડી, ખેત ઉત્પાદનનું મૂલ્યવર્ધન કર્યું છે. જેના કારણે તેમની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. ખેડૂત નિકુંજસિંહે પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ એટલે કે, PMEGP યોજના હેઠળ કેન્દ્ર સરકારની રૂ. 5.76 લાખ સબસિડી અને રાજ્ય સરકારની રૂ. 1.50 લાખ સબસિડી મેળવી હતી. જેમાં રૂ. 16 લાખની લોન લઈ ખેતીના મૂલ્યવર્ધન માટે નાનું યુનિટ શરૂ કર્યું છે, જ્યાં 137 પ્રકારના ઔષધીય પાક સાથે મસાલા પાક, ફળ પાક અને શાકભાજી પાકમાં વેલ્યુએડીશન કરી વિદેશમાં નિકાસ કરી રહ્યા છે. આ સાથે જ 3500થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી નિકુંજસિંહ ઠાકોર માર્ગદર્શક પણ બન્યા છે.