Connect Gujarat
ગુજરાત

વલસાડ : વરસાદ વરસતા નદી-નાળા છલકાયા, માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

વરસાદ વરસતા વલસાડના નદી-નાળા છલકાયા, કપરાડાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

X

વલસાડ જિલ્લામાં વરસાદ વરસતા નદી-નાળા છલકાય ગયા છે. તો સાથે જ કપરાડામાં પણ ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે, ત્યારે રવિવારની વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, સંઘપ્રદેશમાં એક દિવસના વિરામ વરસાદ ખાબક્યો છે. તેવામાં વલસાડ જિલ્લામાં પણ માત્ર 2 કલાકમાં જ 3.17 ઇંચ વરસાદ નોંધાયો છે. સમગ્ર જીલ્લામાં ભારે વરસાદને લઇને નદી-નાળા છલકાય ગયા છે.

કપરાડા વિસ્તારમાં પણ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. તો સાથે જ જિલ્લાના અન્ય તાલુકામાં પણ છુટોછવાયો વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે, ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને માછી આગેવાનોએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના જારી કરી છે.

Next Story