વલસાડ : રિક્ષા ચાલકનો બાઈક સવાર પર જીવલેણ હુમલો,ઇજાગ્રસ્ત યુવક સારવાર હેઠળ,પોલીસે શરૂ કરી તપાસ

વલસાડ નજીક કુંડી ફાટક બ્રિજ પર એક રિક્ષા ચાલકે બાઈક ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો,આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

New Update
  • રિક્ષા ચાલકે કર્યો બાઈક ચાલક પર હુમલો

  • નજીવી બાબતે રિક્ષા ચાલકે કર્યો જીવલેણ હુમલો

  • તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા બાઈક ચાલક ઘાયલ

  • ઈજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડાયો

  • પોલીસે ફરાર રિક્ષા ચાલકને ઝડપી એવા શરૂ કરી તપાસ

વલસાડ નજીક કુંડી ફાટક બ્રિજ પર એક રિક્ષા ચાલકે બાઈક ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો,આ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

વલસાડના કુંડી ફાટક બ્રિજ પાસે બાઇક રિક્ષાને ઓવરટેક કરતા કોઈ બાઈક ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી.અને રોષે ભરાયેલા રિક્ષા ચાલકે તીક્ષ્ણ હથિયારથી બાઈક ચાલક ભાર્ગવ પટેલ પર ગંભીર રીતે જીવલેણ હુમલો કર્યો હતો. આથી બાઈક ચાલક લોહી લુહાણ થઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.બનાવની જાણ થતા જ વલસાડ જિલ્લા પોલીસવડા ડો.કરણરાજ વાઘેલા સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.અને ફરાર થયેલા રિક્ષા ચાલકની ધરપકડ માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

જ્યારે ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે રિક્ષા ચાલકે જીવલેણ હુમલો કરતા ઇજાગ્રસ્ત બાઈક ચાલક ભાર્ગવ પટેલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Latest Stories