વલસાડ: વાપીના ભડકમોરા વિસ્તારમાં બંદૂકની અણીએ સોના ચાંદીના ઘરેણાની લૂંટ,પોલીસ થઈ દોડતી

વલસાડ જિલ્લાના વાપીના ભડકમોરા વિસ્તારમાં બંદૂક બતાવી જવેલર્સના સોના ચાંદીના ઘરેણાની લૂંટ થતાં ચકચાર મચી જવા પામી છે

New Update

વલસાડ જિલ્લાના વાપીના ભડકમોરા વિસ્તારમાં આવેલી શ્રી અંબિકા જવેલર્સ સંચાલક ચિરાગ સિન્હા રોજની આદત મુજબ રાત્રે દુકાન બંધ કરતી વખતે તમામ ઘરેનાઓ બેગમાં લઈને ઘરે પરત આવતા હોય છે. તેમના નિત્યક્રમ મુજબ સોમવારે રાત્રે ચિરાગ ઘરેણાં ભરેલી બેગ કારમાં મૂકી દુકાન બંધ કરવાની બાકીની કામગીરી કરી રહ્યો હતો. જે દરમ્યાન 3 અજાણ્યા ઈસમોએ ચિરાગ પાસે આવી તેને બંદૂક બતાવી કાર ખોલાવડાવી હતી. કારની પાછળની સીટ ઉપર મુકેલી સોના ચાંદીના ઘરેણાં ભરેલી બેગ લઈને અજાણ્યા 3 યુવકો ફરાર થઇ ગયા હતા. વેપારી ચિરાગ કઈ સમજે તે પહેલાં આરોપીઓ બેગ લઈ ફરાર થઇ ગયા હતા. ચિરાગ યુવકો મજાક કરતા હોવાનું અનુમાન લગાવી બેઠો હતો. લૂંટ થઈ હોવાની જાણ થતાં બનાવ અંગે યુવકે પોલીસને જાણ કરતા વાપી DySP સહિત LCB, SOG અને વાપીની પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. દુકાનની આજુબાજુમાં લાગેલા CCTVની મદદ લઈને ઘરેણાની લૂંટ ચલાવી બાઇક ઉપર ભાંગેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories