વલસાડ: SOGએ હત્યાના ગુનામાં 18 વર્ષથી ફરાર આરોપીઓની UPથી કરી ધરપકડ

ગુન્હાની તપાસ દરમ્યાન મરણ જનાર અજાણી સ્ત્રીની ઓળખ ચંદાદેવી  રાધેકિશન બલિસ્ટર રાય રાજભર તરીકે થયેલ જેથી પોલીસે તેના પતિની શોધખોળ હાથ ધરતા તેનો પતિ અને સસરા ફરાર હતા.

New Update
aropiiii
વલસાડના વાપી ટાઉન પોલીસ મથકની હદમાં તા.૨૪/૦૯/૨૦૦૬ના રોજ રાતા પટેલ ફળીયાની સીમમાં કોલક નદીના પાણીમાં કોઇ અજાણ્યા ઇસમે કોઇ અગમ્ય કારણસર કોઇ અજાણી સ્ત્રી ૨૫ થી ૩૦ વર્ષનીને ગળું દબાવી તેનું ખુન કરી તેની લાશને કંતાનના કોથળામાં ભરી સીવી લઇ કોલક નદીના પાણીમાં ફેંકી દઇ ફરાર થઇ ગયો હતો.

18 વર્ષ બાદ આરોપી ઝડપાયા 

ગુન્હાની તપાસ દરમ્યાન મરણ જનાર અજાણી સ્ત્રીની ઓળખ ચંદાદેવી  રાધેકિશન બલિસ્ટર રાય રાજભર તરીકે થયેલ જેથી પોલીસે તેના પતિની શોધખોળ હાથ ધરતા તેનો પતિ અને સસરા ફરાર હતા.આ મામલામાં પોલીસે અગાઉ  પપ્પુરાય ઠાકુરરાય રાજભર નામના આરોપીની ધરપકડ કરી હતી. જે તે સમયે પોલીસે મૃતકના પતિ અને સસરા તેમજ અન્ય એક ઇસમની શોધખોળ કરી હતી પરંતુ તેઓ મળી આવ્યા ન હતા ત્યારે 18 વર્ષ બાદ પોલીસને બન્ને આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.
વલસાડ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ સબ ઇન્સ્પેકટર આઈ.કે.મિસ્ત્રી અને તેમના સ્ટાફે ઉત્તરપ્રદેશના ગાઝીપુરમાંથી આરોપી  રાધેકિશન બલિસ્ટર રાય તથા બલિસ્ટર રાય અંતરીકા રાજકુમાર અને ઇસ્તીયાક ખાનની ધરપકડ કરી હતી અને તેઓને વાપી ટાઉન પોલીસને હવાલે કરવામાં આવ્યા હતા
Latest Stories