-
વલસાડ શહેરની ગ્રીન પાર્ક સોસાયટીની ચકચારી ઘટના
-
ઘર આંગણે રમતી બાળકી ઉપર રખડતાં શ્વાનનો હુમલો
-
શ્વાને હુમલો કરતાં બાળકીને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ
-
ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી
-
શ્વાનના હુમલાની સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા
વલસાડ શહેરની ગ્રીન પાર્ક સોસાયટીમાં ઘર આંગણે રમતી બાળકી પર રખડતાં શ્વાને હુમલો કરતાં ગંભીર ઇજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ઘણા એવા વિસ્તારો છે કે, જ્યા લોકો હવે ઘરની બહાર નીકળવામાં પણ ડર અનુભવી રહ્યા છે, ત્યારે વલસાડ શહેરમાં ફરી એકવાર રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે.
શહેરની ગ્રીન પાર્ક સોસાયટીમાં ઘરના આંગણે 3 વર્ષીય બાળકી રમી રહી હતી, ત્યારે બાળકી ઉપર રખડતાં શ્વાને અચાનક હુમલો કર્યો હતો. શ્વાનના જીવલેણ હુમલાના કારણે બાળકીએ બુંબૂમ કરી મુકી હતી.
શ્વાને બાળકીના મોઢાના ભાગે બચકા ભરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, ત્યારે ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા છે, ત્યારે પાલિકા તંત્ર દ્વારા લોકોની સલામતી અને સુરક્ષા માટે આવા રખડતાં શ્વાનોને વહેલી તકે પકડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.