વલસાડ: નેશનલ હાઇવે પર એમોનિયા ગેસ ભરેલું ટેન્કર પલટી મારતા અફરાતફરી સર્જાય

વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ધરમપુર ચોકડી પરના બ્રિજ પરથી એમોનિયા ગેસનું ટેન્કર પસાર થઈ રહ્યું હતું.જોકે અચાનક ટેન્કર ચાલકનો સ્ટિયરિંગ પરનો કાબૂ ન રહેતા ટેન્કર પલટી મારી ગયું હતું.

New Update
Advertisment

વલસાડ નેશનલ હાઇવે પર સર્જાયો અકસ્માત

Advertisment

એમોનિયા ગેસ ભરેલ ટેન્કરે મારી પલટી

ગેસ રિસાવ થતા હાઇવે પર અફરાતફરી સર્જાય

સુરક્ષા હેતુ હાઇવે કરાયો બંધ

ફાયર બ્રિગેડે ગેસ લીકેજ પર કાબુ મેળવ્યો

વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પર ધરમપુર ચોકડી પરના બ્રિજ પરથી એમોનિયા ગેસનું ટેન્કર પસાર થઈ રહ્યું હતું.જોકે અચાનક ટેન્કર ચાલકનો સ્ટિયરિંગ પરનો કાબૂ ન રહેતા ટેન્કર પલટી મારી ગયું હતું.જેના કારણે ગેસનો રિસાવ થતા અફરાતફરીનો માહોલ સર્જાય ગયો હતો.
Advertisment
વલસાડ નજીક અમદાવાદ મુંબઇ નેશનલ હાઇવે પર આજરોજ સવારના સમયે ધરમપુર ચોકડી પરના બ્રિજ પરથી એમોનિયા ગેસ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું,પરંતુ ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા અચાનક ટેન્કર પલટી મારી ગયું હતું.અને ટેન્કર માંથી ગેસનો રિસાવ શરૂ થઈ ગયો હતો.જેના કારણે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.ઘટના અંગેની જાણ પોલીસ તેમજ ફાયર બ્રિગેડમાં કરવામાં આવી હતી.પોલીસ દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક તરફનો હાઇવે વાહન વ્યવહાર માટે બંધ કરી દીધો હતો.જ્યારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ટેન્કરમાંથી ગેસ લીકેજ અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.અને જેમાં ભારે જહેમત બાદ સફળતા મળી હતી.ત્યાર બાદ સુરક્ષિત રીતે ટેન્કરને હાઇવે પરથી ખસેડીને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યો હતો.સર્જાયેલી ઘટનામાં ટેન્કર ચાલકને ઇજાઓ પહોંચતા પોલીસ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.અને ઘટનાની જરૂરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
Latest Stories