વલસાડ:દહાણુ માતાજીના દર્શન કરી પરત ફરતા સુરતના પરિવારજનોની કાર ખાડીમાં ખાબકી, 4 લોકોનો બચાવ!

વલસાડના ડુંગળી નજીક કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ખાડીમાં ખાબકી હતી જેમાં કારમાં ફસાયેલા ચાર લોકોને નજીકના ગામના યુવાનોએ બચાવી સારવાર અર્થે ખસેડ્યા હતા

New Update

વલસાડના ડુંગરી નજીક સર્જાયો અકસ્માત

કાર ખાડીમાં ખાબકતા 4 લોકો ફસાયા

ગ્રામજનોએ 4 લોકોનો જીવ બચાવ્યો

સુરતના પરિવારને નડ્યો અકસ્માત

દહાણુ માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતા

વલસાડના ડુંગળી નજીક કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ખાડીમાં ખાબકી હતી જેમાં કારમાં ફસાયેલા ચાર લોકોને નજીકના ગામના યુવાનોએ બચાવી સારવાર અર્થે ખસેડ્યા હતા
દાહણુ મહાલક્ષ્મી માતાજીના દર્શન કરી પરત આવી રહેલ કારને વલસાડના ડુંગરી  નજીક  અકસ્માત નડ્યો હતો..પુરપાટ ઝડપે આવી રહેલ કાર ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા કાર ખાડીમાં ખાબકી હતી. નજીકના શંકર તળાવ ગામના યુવાનોએ કારનો કાચ તોડી કાર માં ફસાયેલ એક પરિવારના ચાર જેટલા લોકોને બહાર કાઢ્યા હતા. સુરત રહેતો પરિવાર દાહનું  મહાલક્ષ્મી માતાજીના મંદિર દર્શન કરી પરત પોતાની કારમાં  ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન ડુંગરી બાલાજી વેફર કંપની સામે આવેલ બામખાડી નજીક કારચાલક સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર બામખાડીમાં ઉતરી પડી હતી.જ્યાં કારમાં સવાર એક મહિલા એક પુરુષ એક બાળક અને એક બાળકી એમ ચાર જેટલા લોકો એક જ પરિવારના હોવાનું જાણવા મળ્યું હતું જેઓ અકસ્માતમાં કારની અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ નજીકના શંકર તળાવ ગામના યુવાનોએ કારની અંદર ફસાયેલ લોકોને કારનો કાચ તોડી બહાર કાઢ્યા હતા.બાદમાં તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
Latest Stories