Connect Gujarat
ગુજરાત

વલસાડ : પારડીમાં પા પા પગલી પ્રોજેકટ અન્વયે ભૂલકાં મેળો યોજાયો, બાળકોએ વિવિધ કૃતિ રજૂ કરી...

આ પ્રંસગે જિલ્લા વિકાસ અધિકારી ગુરવાનીએ જણાવ્યું કે, પા પા પગલી પ્રોજેક્ટથી આંગણવાડીમાં બાળકોની નિયમિતતા વધે છે

વલસાડ : પારડીમાં પા પા પગલી પ્રોજેકટ અન્વયે ભૂલકાં મેળો યોજાયો, બાળકોએ વિવિધ કૃતિ રજૂ કરી...
X

વલસાડ જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈ.સી.ડી.એસ. ડિપાર્ટમેન્ટ દ્વારા વલસાડ પારડીના રામજી મંદિરના રામલાલા હોલમાં પા પા પગલી પ્રોજેકટ અન્વયે જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીની અધ્યક્ષતામાં ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રંસગે જિલ્લા વિકાસ અધિકારી ગુરવાનીએ જણાવ્યું કે, પા પા પગલી પ્રોજેક્ટથી આંગણવાડીમાં બાળકોની નિયમિતતા વધે છે, ૩થી ૬ વર્ષના બાળકોના સર્વાંગી વિકાસનું સતત અવલોકન થાય છે. ભૂલકા મેળાથી વાલી અને જનસમુદાયની જાગૃત્તિ અને ભાગીદારી પણ વધી રહી છે.ભૂલકાઓએ સ્વાગત ગીત, આદિવાસી નૃત્ય, માછીગીત તથા વેશભૂષા જેવી કૃતિઓ રજૂ કરી હતી. જે તમામ ભૂલકાઓને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતના મહિલા અને બાળવિકાસ સમિતિના અધ્યક્ષ રંજન પટેલે ભૂલકા મેળા બાળકોના શારીરિક, માનસિક અને બૌધ્ધિક વિકાસ માટે ઉપયોગી હોવાનું જણાવ્યું હતું. પા પા પગલી પ્રોજેક્ટના સ્ટાફ દ્વારા અભ્યાસક્રમ મુજબ બાળકો સરળતાથી સમજી શકે તેવા Teaching Learning Materialનું નિદર્શન કરવામાં આવ્યુ હતું. જે તમામ કૃતિનું વિશ્લેષણ આદર્શ મહિલા મંડળ પાથરીના પ્રમુખ સરલા પટેલ, મેહ માછીવાડ સ્કૂલના શિક્ષિકા દિપીકા પટેલ તેમજ ડાયટ પી.ટી.સી. કોલેજના પન્ના પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં કપરાડા ઘટક-૧ના TLMને પ્રથમ ક્રમ, વાપી ઘટક-૨ને બીજો ક્રમ તથા વલસાડ ઘટક-૨ના TLMનો ત્રીજો ક્રમ આવ્યો હતો. પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકાં મેળામાં નૂતન બાલ શિક્ષણ સંઘ વડોદરાની ટીમ દ્વારા બાળકોને બાળગીત, અભિનય ગીત, પપેટ-શો વગેરે પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. ભૂલકા મેળામાં ભાગ લીધેલ તમામ બાળકોને કીટ વિતરણ કરી પ્રથમ, દ્રિતિય અને તૃતિય PSE ઈન્સ્ટ્રકટરોને મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા. અન્ય PSE ઈન્સ્ટ્રકટરોને પણ આશ્વાસન મોમેન્ટો અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.

Next Story