કપરાડા તાલુકાના ધારણમાળ ગામના સ્થાનિકોને હાલાકી
સ્મશાન - રસ્તાના અભાવે આવ્યો હાલાકી વેઠવાનો વારો
મૃતકની અંતિમયાત્રા વેળા ગ્રામજનોને મુશ્કેલીનો સામનો
પાકા રસ્તાના અભાવે અંતિમયાત્રા કાદવમાંથી પસાર કરી
સ્મશાન ગૃહ પણ બનાવી આપવા માટે ગ્રામજનોની માંગ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધારણમાળ ગામે સ્મશાન અને પાકા રસ્તાના અભાવે મૃતકની અંતિમયાત્રા દરમ્યાન ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.
વિકસિત ગુજરાતની વાતો વચ્ચે અંતરિયાળ વિસ્તારમાંથી વરવી વાસ્તવિકતાના દ્રશ્યો સામે આવ્યા છે. ગુજરાતના કેટલાક અંતરીયાળ ગામડાઓ હજી પણ વિકાસથી વંચિત રહ્યા છે, ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ધારણમાળ ગામમાં એક વ્યક્તિના મૃત્યુ બાદ તેમની અંતિમયાત્રા દરમિયાન ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્મશાન સુધી જવા માટે પાકા રસ્તાના અભાવે અંતિમયાત્રા કાદવ-કિચડમાંથી પસાર કરવી પડી હતી. આઝાદીના 79 વર્ષ થયાં હોવા છતાં પણ અંતરીયાળ વિસ્તારોમાં સ્વજનોના મૃત્યુ બાદ પણ લોકોને સંઘર્ષ કરવો પડે છે, ત્યારે ગુજરાત અને સંઘપ્રદેશની સરહદ પર આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે.