/connect-gujarat/media/post_banners/92a92902c4a9cfab5553be5450b7a10dfc79b15e3d4d2908aa4203b5a245916c.jpg)
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ડુમલાવ-અંબાચ ગામ વચ્ચે ફરતો ખૂંખાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. જોકે, આ દીપડો પાંજરે કેદ થયો હોય તેવા દ્રશ્યો CCTVમાં કેદ થતાં ગામલોકોએ પણ રાહત અનુભવી હતી.
મળતી માહિતી અનુસાર, વલસાડના પારડી તાલુકાના ડુમલાવ તથા આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી 3 ખૂંખાર દીપડા ફરી રહ્યા હતાં. અનેક વખત પશુઓનું મારણ અને લોકો પર દીપડાએ હુમલો કર્યો હતો, ત્યારે અંબાચ બાવીસા ફળિયા અને ડુમલાવના પારસી ફળિયાના વચ્ચે દીપડાને પકડવા માટે પારડી ફોરેસ્ટ વિભાગે પાંજરું ગોઠવ્યું હતું, ત્યારે આ પાંજરા નજીક દીપડાએ આંટાફેરા માર્યા હતા અને આખરે દીપડો પાંજરે પુરાયો હતો. જેના કારણે લોકોએ રાહત અનુભવી હતી. જોકે, દીપડાની ગતિવિધિ જોવા ફોરેસ્ટ વિભાગે પાંજરા નજીક CCTV કેમેરા પણ ગોઠવ્યા હતા. જેમાં સ્પષ્ટપણે ખૂંખાર દીપડો પાંજરે પુરાતો જોવા મળે છે.