વંદે ભારત ટ્રેનને ફરી અકસ્માત નડ્યો છે. વલસાડના અતુલ સ્ટેશન નજીક ટ્રેન અકસ્માત નડ્યો છે. અહીં ટ્રેન સાથે ગાય અથડાતાં ટ્રેનને નુકસાન પહોંચ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. અકસ્માતને પગલે રેલવે વિભાગના કર્મચારી દોડતા થયા છે, અને ઘટના સ્થળે આવી પહોંચ્યા છે. અકસ્માતમાં ટ્રેનનો આગળનો ભાગ તૂટી ગયો છે. એન્જીનના ભાગે પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાળવા મળી રહ્યું છે.
આ મહિનાના પ્રથમ સપ્તાહમાં જ વંદે ભારત ટ્રેન અકસ્માત નડ્યો હતો. અમદાવાદ વટવા અને મણીનગર રેલવે સ્ટેશનની વચ્ચે મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને અકસ્માત નડ્યો હતો. ટ્રેનના આગળના ભાગે ભેંસ અથડાતા આ અકસ્માત થયો હતો. સવારે 11:18 વાગ્યાની આસપાસ વટવા અને મણિનગર વચ્ચે સેમી હાઈસ્પીડ મુંબઈ-અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસને ઢોર અથડાતા નુકસાન પહોંચ્યું હતું.
વંદે ભારત ટ્રેન 180ની સ્પીડ પર મુંબઇથી ગાંધીનગર જઈ રહી હતી, ત્યારે જ અમદાવાદના મણિનગર પાસે ટ્રેનના આગળના ભાગમાં ભેંસ અથડાઇ હતી. આ ઘટના બાદ પ્રવાસીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. જોકે, તમામ પ્રવાસીઓ સુરક્ષિત હતા. આ ઘટના બાદ અધિકારીઓ તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી હતી. આ અકસ્માતના સતત બીજા દિવસે વંદે ભારત એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. આણંદ પાસે ગાય અથડાતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેન અથડાતા મામૂલી નુકસાન થયું હતું.
વંદે ભારત એક્સપ્રેસ મુંબઈ તરફ જતી હતી, ત્યારે બોરીયાવી કણજરી રેલવે સ્ટેશન અને આણંદ રેલવે સ્ટેશન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રેન ટ્રેક પર અચાનક જ ગાય આવી જતા ટ્રેન અથડાય હતી. જોકે, આ ઘટનામાં ટ્રેન મામૂલી નુકસાન પહોંચ્યું હતું