જામનગર શહેરના 12 સ્થળો પર ધારાસભ્ય-કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું...

વોર્ડ નંબર 2માં ધારાસભ્ય અને કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યના હસ્તે નવા સીસી. રોડ, ભૂગર્ભ ગટર અને સીસી. બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

New Update
જામનગર શહેરના 12 સ્થળો પર ધારાસભ્ય-કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું...

જામનગરના વોર્ડ નંબર 2માં ધારાસભ્ય અને કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી જામનગર મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્યના હસ્તે નવા સીસી. રોડ, ભૂગર્ભ ગટર અને સીસી. બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

જામનગરના વોર્ડ નંબર 2 વિસ્તારમાં અલગ અલગ 12 સ્થળો પર જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર, જેએમસી, ધારાસભ્ય અને કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી ભૂગર્ભ ગટર, સીસી. રોડ અને સીસી. બ્લોકનું ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા, જયુભા જાડેજા, આગેવાન આલા રબારી, ભાવિષા ધોળકિયા અને પ્રજ્ઞાબા ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories