Connect Gujarat
ગુજરાત

વેરાવળ : ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ ઉત્સવની કરાઇ ભવ્ય ઉજવણી, ભવ્ય સવારી સાથે નીકળી શોભાયાત્રા....

વેરાવળમાં ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ ઉત્સવની ભવ્ય ઉજવણી સાથે 7 ગુરૂદ્વારાનાં 7 ગુરુ ગ્રંથ સાહિબ તેમજ 60 જેટલા સેંચી સાહિબની ભવ્ય સવારી સાથે શોભાયાત્રા યોજઇ હતી.

X

વેરાવળમાં ગુરુ ગ્રંથ સાહિબના પ્રકાશ ઉત્સવની ભવ્ય ઉજવણી સાથે 7 ગુરૂદ્વારાનાં 7 ગુરુ ગ્રંથ સાહિબ તેમજ 60 જેટલા સેંચી સાહિબની ભવ્ય સવારી સાથે શોભાયાત્રા યોજઇ હતી.

વેરાવળમાં સ્થિત સચખંડ ગુરુ દરબારમાં સમગ્ર વર્ષ દરમ્યાન શીખ સમુદાયના 11 ગુરૂ દેવનાં તમામ ગુરૂપ્રભ ધામધૂમથી ઉજવાય છે પરંતુ આ વર્ષે ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા જીવિત ગુરૂનો દરજ્જો પ્રાપ્ત એવા ગુરુ ગ્રંથ સાહિબનાં પ્રકાશ ઉત્સવનાં આયોજનમાં વેરાવળ તેમજ પ્રભાસ પાટણમાં આવેલા તમામ 7 ગુરૂ દરબારનાં 7 ગુરુ ગ્રંથ સાહિબ તેમજ 60 જેટલા સેંચી સાહિબની ભવ્ય સવારી સાથે શોભાયાત્રા તેમજ ડીજેનાં તાલ સાથે વેરાવળનાં ગુરૂનાનક ચોક ખાતેથી નીકળી, શ્રીપાલ ચોક, હવેલી ચોક, બિહારીનગર, કરમચંદબાપા ચોક થઈને લિલાશાહ બાગ ખાતે પૂર્ણાહુતિ કરાઇ હતી. જ્યાં સૌપ્રથમ આરતી સ્પર્ધા તેમજ જૂનાગઢની મંડળી દ્વારા સત્સંગ અને સમૂહ લંગરપ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન ગુરૂનાનક કીર્તન મંડળી દ્વારા કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આસ્થાભેર જોડાયા હતા.

Next Story