Connect Gujarat
ગુજરાત

વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાના રાજીનામા બાદ ગંભીર આક્ષેપ, વાંચો કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ શું કહ્યું..!

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતુ.

વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાના રાજીનામા બાદ ગંભીર આક્ષેપ, વાંચો કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ શું કહ્યું..!
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડિયા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા પાર્ટીમાં ખડભડાટ મચી ગયો છે. ત્યારે હવે હર્ષદ રીબડિયા ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે વિસાવદરના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યુ હતુ. કોંગ્રેસ છોડ્યા બાદ હર્ષદ રિબડીયા ટૂંક જ સમયમાં કેસરિયા ધારણ કરવાના છે. આવતીકાલે પોતાના દરેક કાર્યકરો સાથે કમલમ ખાતે કેસરિયો ધારણ કરશે. આ સાથે જ હર્ષદ રીબડિયાના રાજીનામા બાદ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ હર્ષદ રિબડિયા પર ખુબ જ સનસનીખેજ આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પ્રભારી શર્માએ કહ્યું કે, રીબડિયા કરોડોની ઓફર થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ રધુ શર્માએ આપ પર પણ આક્ષેપ કર્યો હતા. તેમણે કહ્યું કે, કેજરીવાલ દિલ્હીમાં આપેલા વાયદા પૂરા કર્યા નથી તે ગુજરાતમાં કેવી રીતે વાયદા પૂરા કરશે. હર્ષદ રિબડિયા વિધાનસભા અધ્યક્ષ રાજીનામું સોંપ્યું હતું. જણાવી દઈએ કે, હર્ષદ રિબડિયા ચૂંટણી પહેલા જ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. તેના બાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો અટકળો પણ શરૂ થઈ હતી. કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી દીધું હતું. હર્ષદ રિબડિયા આજે સ્પીકર નીમાબેન આચાર્ય ને મળ્યા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. આ બાદ, સ્પીકર નીમાબેન આચાર્ય દ્વારા ધારાસભ્યનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. એવા કયા લગાવવામાં આવી રહ્યા છે કે, કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે. હાલ આ વાત સ્પષ્ટ થઈ નથી કે, તેઓ આગળ કઈ પાર્ટીમાં જોડાશે.

Next Story