ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ, પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો

મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું હતું. સિહોરમાં 11.6,

New Update
vlcsnap-2025-06-17-10h23m17s708

મૂશળધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદથી પાલીતાણા પાણી પાણી થયું હતું. સિહોરમાં 11.6, જેસરમાં 10. 7 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ઉમરાળામાં 10.4, વલ્લભીપુરમાં 6.3 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાતા સ્થિતિ વિકટ બની હતી.

ભાવનગરમાં ધોધમાર વરસાદથી નદી-નાળા છલકાયા હતા. ભારે વરસાદથી નારી ગામનું તળાવ છલકાયું હતું. ગામનું તળાવ છલકાઈ જતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અનરાધાર વરસાદથી ભાવનગર જિલ્લામાં અનેક રસ્તા બંધ થયા હતા. ભાવનગર વાયા વલ્લભીપુર, ધંધુકા થઈ અમદાવાદ જતો હાઈવે બંધ થયો હતો. કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. હાઈવે બંધ થતા અનેક વાહન ચાલકો ફસાયા હતા.

પાલીતાણા-સિહોરને જોડતા 12 ગામનો સંપર્ક તૂટ્યો હતો. રંડોળાથી સિહોરને જોડતો પૂલ તૂટી જતા સંપર્ક તૂટ્યો હતો. બુઢણા, લવરડા, ઢંઢુસર, સરકડીયા, ગુંદળા,ટાણા સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો હતો. પાલીતાણામાં 24 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મૂશળધાર વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક થઇ રહી છે.

ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ 80 ટકા ભરાયો હતો. નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા હતા. તળાજા, પાલીતાણા તાલુકાના ગામોને એલર્ટ કરાયા હતા. નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવડ ગામને એલર્ટ કરાયા હતા.  ભાવનગરના ભાલ પંથકમાં દેવળિયા-પાળીયાદ ગામનો સંપર્ક તૂટ્યો હતો. ઘેલો નદીનું પાણી કોઝવે પર ફરી વળતા ગામનો સંપર્ક તૂટ્યો હતો. કોઝવે પર ફસાયેલા ચાર લોકોનું રેસ્ક્યૂ કરાયું હતું.

Read the Next Article

વલસાડમાં થયેલા વરસાદ બાદ હવામાન વિભાગે આગામી છ દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી

વલસાડ જિલ્લામાં નવા વર્ષના દિવસોમાં જ મિની વાવાઝોડા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોર બાદ પારડી અને હાલાર સહિતના વિસ્તારોમાં

New Update
rain varsad

વલસાડ જિલ્લામાં નવા વર્ષના દિવસોમાં જ મિની વાવાઝોડા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બપોર બાદ પારડી અને હાલાર સહિતના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેને લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો પરેશાન થયા છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી છ દિવસ માટે ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવા, અપરએર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રના છૂટાછવાયા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને આવતીકાલે તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશોમાં વરસાદ વરસી શકે છે.

Advertisment
1/38

વલસાડ જિલ્લામાં નવા વર્ષની શરૂઆત અસામાન્ય હવામાન સાથે થઈ છે. પારડી અને હાલાર વિસ્તારમાં તો વરસાદ એટલો તીવ્ર હતો કે તેને મિની વાવાઝોડા જેવો અનુભવ થયો હતો.

વલસાડમાં થયેલા વરસાદ બાદ હવામાન વિભાગે આગામી છ દિવસ માટે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે,  આ વરસાદી માહોલ સર્જાવા પાછળ મુખ્યત્વે ત્રણ હવામાન પરિબળો જવાબદાર છે:

  1. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવી.
  2. અપરએર સર્ક્યુલેશન (Upper Air Circulation).
  3. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance).

આ ત્રણેય પરિબળોના સંયુક્ત પ્રભાવને કારણે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે અને આવતીકાલે (તારીખનો ઉલ્લેખ નથી) ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે તાપી, ડાંગ, નવસારી અને વલસાડ માં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, સંઘ પ્રદેશો દમણ અને દાદરાનગર હવેલી માં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જે રાજ્યમાં શિયાળાની શરૂઆત પહેલાં અસામાન્ય વરસાદી માહોલનો સંકેત આપે છે.

Latest Stories