Connect Gujarat
ગુજરાત

ક્યારે ભીંજાશે ગુજરાત..! : ગયા વર્ષની તુલનામાં અત્યાર સુધીમાં ફક્ત અડધો જ વરસાદ નોંધાયો

હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

X

હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ હાલ રાજ્યમાં ગયા વર્ષની તુલનામાં અત્યાર સુધીમાં અડધો વરસાદ નોંધાયો છે. જેના કારણે 11 જળાશય ખાલીખમ જોવા મળી રહ્યા છે.

છેલ્લાં 4 વર્ષમાં આ વર્ષે સમગ્ર રાજ્યમાં ચોમાસાની સૌથી ધીમી શરૂઆત થઇ છે. અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ વરસાદની સામે માત્ર 5.50 ટકા જ વરસાદ થયો છે. વર્ષ 2020માં 23મી જૂન સુધી 14 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે વર્ષ 2021માં 12 ટકા વરસાદ થયો હતો. રાજ્યમાં સરેરાશ 34 ઇંચ વરસાદની સામે હજુ સરેરાશ 2 ઇંચ જ વરસાદ થયો છે. જેના કારણે હાલ રાજ્યનાં જળાશયોમાં 37.70% પાણી છે. સરદાર સરોવરમાં 44.66 % પાણી છે. તો બીજી તરફ 100 જળાશયોમાં 10%થી ઓછું પાણી છે, જ્યારે 11 જળાશયોમાં તો એક ટીપું પણ પાણી નથી, ત્યારે હવે આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જોકે, થોડા દિવસમાં સમગ્ર ગુજરાત એકસાથે ભીંજાય તેવી સ્થિતિ હજુ સર્જાવાની વાર લાગે તેમ છે.

Next Story