ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા વધારાની સાથે કેશોદમાં નેવી અને એરફોર્સ માટે એરપોર્ટ રખાયું સ્ટેન્ડ બાય

ભારતીય સેનાનાં ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

New Update
  • ઓપરેશન સિંદૂર બાદ દરિયાઈ સુરક્ષામાં વધારો

  • ગીર સોમનાથ દરિયાની સૂરક્ષામાં વધારો

  • એસઓજી અને મરિન પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરાયું

  • સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો

  • કેશોદ એરપોર્ટ નેવી અને એરફોર્સ માટે સ્ટેન્ડ બાય રખાયું

ભારતીય સેનાનાં ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેશોદમાં એરપોર્ટને બંધ કરીને નેવી તેમજ એરફોર્સ માટે એરપોર્ટને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓએ કરેલા હિંચકાર હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકીઓને ઠેકાણા ઉડાવવાની સાથે 90 આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.ત્યારે ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતના ગીર સોમનાથમાં દરિયાઈ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
વેરાવળ સોમનાથ કોસ્ટલ વિસ્તારમાં  SOG,મરીન પોલીસ દ્વારા દરિયાઈ  વિસ્તારમાં સુરક્ષામાં વધારો કરવાની સાથે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.જ્યારે સોમનાથ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે.આ ઉપરાંત બોટ દ્વારા પણ દરિયાઈ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.વધુમાં માછીમારોની બોટ ચેકીંગ સહિતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
પાકિસ્તાની આતંકીઓ સામે ભારતીય સેનાની ઓપરેશન સિંદૂરની કાર્યવાહી બાદ વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સેનાના માટે જૂનાગઢના કેશોદનું એરપોર્ટ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે.કેશોદ એરપોર્ટ પર સિવિલ ફલાઇટ બંધ કરીને તારીખ 10 એપ્રિલ સુધી એરપોર્ટ બંધ રાખવામાં આવ્યું છે.કેશોદ એરપોર્ટ માત્ર નેવી ને એરફોર્સ માટે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે.
                
Latest Stories