Connect Gujarat
ગુજરાત

“જય જય શ્રી રામ”ના નાદ સાથે હૈયે હૈયું દળાયું, રાજ્યભરમાં રામનોમની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાય...

આજે અયોધ્યાના રાજા ભગવાન શ્રી રામની જન્મજયંતિનો પવિત્ર પર્વ રામ નવમી છે,

X

આજે અયોધ્યાના રાજા ભગવાન શ્રી રામની જન્મજયંતિનો પવિત્ર પર્વ રામ નવમી છે, ત્યારે અમદાવાદ, ભરૂચ સહિત વિવિધ જિલ્લાઓમાં રામનવમીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

સનાતન ધર્મમાં રામ નવમીનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આજરોજ રામનવમી નિમિત્તે રાજ્યભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાય રહ્યા છે, ત્યારે રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા. “જય જય શ્રી રામ”ના નાદ સાથે હૈયે હૈયું દલાઈ એટલી જનમેદની ઉમટી પડી હતી.

તો બીજી તરફ, ભરૂચ શહેર તથા જીલ્લામાં પણ રામનવમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના કસક સર્કલ સ્થિત જલારામ બાપાના મંદિર ખાતે રામનવમી નિમિત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રામભક્તોએ ભગવાન શ્રી રામની આરતી સહિત દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

Next Story