સમગ્ર ગુજરાતમાં વખણાતા સુરેન્દ્રનગર-થાનના પાણીના માટલાં, માટલાંઓ બનાવી મહિલાઓ બની આત્મનિર્ભર

પાણીના માટલા બનાવતા ગુજરાતના જગવિખ્યાત શહેરમાં એકમાત્ર સુરેન્દ્રનગરના થાન શહેરનું નામ આવે છે. થાનના પાણીના માટલા જગપ્રખ્યાત છે આ રંગબેરંગી પાણીના માટલાઓ ખરીદવા માટે લોકો.દૂર દૂરથી અહી આવતા હોય છે.

New Update
  • ગરમીની સીઝનમાં ખૂબ વધુ રહેતી થાનના માટલાની માંગ

  • પાણીના માટલા બનાવવાના ચાલતા 200 જેટલા ગૃહઉદ્યોગ

  • રાજ્યના અનેક જિલ્લામાં થાનના માટલાની રહેતી ખૂબ માંગ

  • દેશી માટલાનું પાણી પીવાથી લોકોના શરીર રહે છે સ્વસ્થ્ય

  • માટલાઓ બનાવી અનેક મહિલાઓ મેળવી રહી છે રોજગારી 

Advertisment

સમગ્ર ગુજરાતમાં વખણાતા અને સુરેન્દ્રનગર જિલ્લાના થાન પંથકના પાણીના માટલાની માંગમાં વધારો થયો છે. ઉનાળો શરૂ થતાંની સાથે જ પાણીના માટલાં બનાવી અનેક મહિલાઓ આત્મનિર્ભર બની છે.

હાલ ઉનાળાના દિવસો ચાલી રહ્યા છેત્યારે લોકોને ઠંડુ પાણી પીવા માટલાની ખૂબ જ જરૂર  હોય છે. તેવામાં પાણીના માટલા બનાવતા ગુજરાતના જગવિખ્યાત શહેરમાં એકમાત્ર સુરેન્દ્રનગરના થાન શહેરનું નામ આવે છે. થાનના પાણીના માટલા જગપ્રખ્યાત છેત્યારે આ રંગબેરંગી પાણીના માટલાઓ ખરીદવા માટે લોકો.દૂર દૂરથી અહી આવતા હોય છે.

તો બીજી તરફમોટી સંખ્યામાં પાણીના માટલા ગુજરાતના એનેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં મોકલવામાં આવે છે. અહી માટીમાંથી બનાવામાં આવતું પાણીનું માટલું મહિલાઓને આર્થિક સહયોગ પૂરો પાડે છેઅને મહિલાઓ પણ પોતાના પગભર ઉભા રહેવા પાણીના માટલાંનું નિર્માણ કાર્ય કરી રહી છે. જેમાં 81015 અને 20 લીટરના  માટલા બનાવવામાં આવે છે.

આ માટલાની કિંમત 80થી લઈને 200 રૂપિયા સુધીની હોય છે. માટીના માટલાનું પાણી ખૂબ જ મીઠાશપૂર્વક હોય છેઅને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું ગણાય છેજ્યારે માટીના માટલાનું પાણી પીવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છેઅને શરીર તંદુરસ્ત રહે છે. સુરેન્દ્રનગરના થાનના માટલાની માંગ ગુજરાતના અનેક જિલ્લાઓ તેમજ તાલુકાઓ રહે છે.

અનેક લોકો થાનમાં માટીના માટલાની ખરીદી કરવા દૂર દૂરથી આવે છે. હજુ પણ માટીમાંથી બનાવેલા માટલાની માંગ યથાવત જોવા મળી રહી છે. એટલું જ નહીંહાલના આધુનિક યુગમાં ફ્રીજ તેમજ પાણીના ઠંડા કુલર સામે માટીનું માટલું ટકી રહ્યું છેઅને  લોકોના ઘરમાં  માટીમાંથી બનાવેલ માટલા શોભા પણ વધારી રહ્યું છે.

Advertisment
Latest Stories