New Update
તા. 21મી નવેમ્બર એટલે વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ
દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય બીજા ક્રમે
ગુજરાતમાં મત્સ્ય ઉદ્યોગનો તેજ ગતિએ થતો વિકાસ
ગુજરાતના માછીમારોની આવકમાં પણ નોંધપાત્ર વધારો
મત્સ્ય ઉદ્યોગ રોજગારી-આર્થિક વિકાસનું સબળ માધ્યમ
તા. 21મી નવેમ્બરને વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાત માટે આ દિવસનું વિશેષ મહત્વ રહ્યું છે. દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવતાં ગુજરાતે છેલ્લા 2 દાયકામાં મત્સ્ય નિકાસમાં 800 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાવી છે. વર્ષ 2001-02માં ગુજરાતમાંથી મત્સ્ય નિકાસ રૂપિયા 625 કરોડ હતી, જે વર્ષ 2023-24માં વધીને રૂપિયા 6,087 કરોડે પહોંચી છે. રાજ્ય સરકારની નીતિઓ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પરિણામે ગુજરાતનો મત્સ્ય ઉદ્યોગ આજે રોજગારી અને આર્થિક વિકાસનું સબળ માધ્યમ બન્યો છે.
Latest Stories