સમગ્ર વિશ્વને ભારતીય ઋષિ મુનિઓએ આપેલી આરોગ્ય વિરાસત એટલે યોગ
યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે.

"યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર; વિચાર અને ક્રિયા; સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા છે. જે મનુષ્ય અને પ્રકૃતિ મધ્યોની સંવાદિતાનું મૂળરૂપ છે, એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દૃષ્ટિકોણ છે. યોગ એ કસરત નહીં પરંતુ આપણામાં, વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકાત્મતાની શોધ છે. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરી તથા ચેતના જાગૃત કરીને તે આપણને આબોહવાનાં પરિવર્તનોનો સામનો કરવામાં મદદ કરી શકે છે.
વર્ષ 2014ની તા. 27મી સપ્ટેમ્બરના રોજ સંયુકત રાષ્ટ્રસંઘની 69મી સામાન્ય સભાને સંબોધિત કરતી વખતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે વિનંતી કરી હતી. વડાપ્રધાને આહવાન કરતા જણાવ્યું હતું કે, યોગ એ પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા મળેલી એક અમૂલ્ય ભેટ છે. તેમાં મન અને શરીર; વિચાર અને ક્રિયા, સંયમ અને પરિપૂર્ણતા વચ્ચે રહેલી એકતા, મનુષ્ય અને પ્રકૃતિ મધ્યની સંવાદિતાનું મૂળરૂપ છે. એ આરોગ્ય અને કલ્યાણનો સમગ્ર દૃષ્ટિકોણ છે. યોગ એ કસરત નહીં પરંતુ આપણામાં, વિશ્વમાં તથા પ્રકૃતિમાં રહેલી એકરૂપતાની શોધ છે. આપણી જીવનશૈલીમાં ફેરફાર કરી તથા ચેતના જાગૃત કરીને તે આપણને આબોહવાનાં પરિવર્તનોનો સામનો કરવામાં મદદ કરી શકે છે.
સમગ્ર વિશ્વને ભારતીય ઋષિ મુનિઓએ આપેલી આરોગ્ય વિરાસત યોગ એ આરોગ્ય અને સુખાકારી માટે એક સંકલિત અભિગમ પૂરો પાડે છે, તથા વિશ્વવસતીના આરોગ્ય અને સુખાકારી માટે યોગાભ્યાસના લાભો વિશેની જાણકારીના વિશાળ પ્રસરણની જરૂર છે. યોગ જીવનના તમામ પાસાંઓમાં સંવાદિતા લાવે છે માટે જ રોગ નિવારણ, આરોગ્યવર્ધન માટે તથા જીવનશૈલી સંબંધિત વિકૃતિઓના નિવારણમાં મદદરૂપ થાય છે. જેથી લોકો વ્યક્તિગત તથા સામુદાયિક ધોરણે વ્યાપક આરોગ્ય તરફ અભિમુખ થાય.