દાહોદ : અપહરણ અને દુષ્કર્મના કેસમાં 23 દિવસથી સબજેલમાં બંધ યુવકનો ગળાફાંસો ખાઈને આપઘાતથી ચકચાર

અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા 23 દિવસથી સબજેલમાં બંધ રાજસ્થાનના વતની યુવકે જેલની ખોલીના વેન્ટિલેશન સાથે નાડુ બાંધીને આપઘાત કરી લેતા દોડધામ મચી ગઇ

New Update
  • સબજેલમાં આરોપીનો આપઘાત મામલો

  • આરોપી સગીરવયની બાળકીને ભગાડી ગયો હતો

  • અપહરણ અને દુષ્કર્મના કેસમાં થઇ હતી ધરપકડ

  • સબજેલમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર

  • પોલીસ દ્વારા કાર્યવાહી બાદ મૃતદેહ પરિવારને સોંપાયો 

દાહોદની સબજેલમાં અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા 23 દિવસથી સબજેલમાં બંધ રાજસ્થાનના વતની યુવકે જેલની ખોલીના વેન્ટિલેશન સાથે નાડુ બાંધીને આપઘાત કરી લેતા દોડધામ મચી ગઇ હતી.

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ઉપડી ગામના વતની અને અમદાવાદ મજૂરી કામ કરતા 21 વર્ષિય રાજેશ વાલુ પારગીને દાહોદ શહેર નજીકના એક ગામની વતની અને ગાંધીનગરમાં નર્સિંગ કરતી કિશોરી વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. 25 માર્ચ 2025ના રોજ રાજેશ આ કિશોરીને દાહોદના બસ સ્ટેન્ડથી ભગાવીને પોતાના વતન લઇ ગયો હતો. શોધખોળ બાદ પરિવારને આ બાબતની જાણ થતાં 4 એપ્રિલ 2025ના રોજ રાજેશ સામે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો.

પોલીસ દ્વારા ધરપકડ બાદ કિશોરીને તેના પરિવારને સોંપી દેવાઇ હતી. જ્યારે કોર્ટના હુકમના આધારે 14 ઓગસ્ટ 2025ના રોજ ડોકી સ્થિત સબજેલમાં કાચા કામના કેદી તરીકે રાજેશને બંધ કરાયો હતો. આ જેલવાસ દરમિયાન બે વખત તેની માતા મળવા માટે આવી હતી. આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી તે જામીન મુક્ત થવા માટે વકીલની વ્યવસ્થા કરી શકતો ન હતો.

પ્રેમિકાએ પરિવાર સ્વીકાર્યો હોય પ્રેમમાં દગો મળ્યાની પણ લાગણી અનુભવતો હતો. 6 સપ્ટેમ્બરે જેલમાંથી સંબંધીને ફોન કરીને બનેવીને જેલમાં મળવા બોલાવવાની ઇચ્છા વ્યક્ત કર્યાના કલાકો બાદ તેણે જેલની એક ખોલીના વેન્ટિલેશન બારી સાથે નાડુ બેવડ કરીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

આ ઘટના પગલે જેલમાં ખળભળાટ સાથે દોડધામ મચી ગઇ હતી. એસડીએમજેલ અધિક્ષકફોરેન્સિક તબીબપીઆઇની હાજરીમાં જેલમાં ઘટનાની વિડિયોગ્રાફી અને કાગળોની કાર્યવાહી બાદ જેલ અધિક્ષક એમ.એલ ગમારે તાલુકા પોલીસ મથકે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરાવાયો હતો. રાજેશનું દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો.

Latest Stories